________________
૫૮૩. રાજકુળમાં ઉત્પન્ન રાજપુત્ર હંમેશાં સમુચિત ૫૮૪. (ગ્ય) શાભ્યાસ કરતે રહે તે એનામાં દક્ષતા
આવી જાય છે અને એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા શક્તિશાળી બને છે. એ પ્રમાણે જે સમભાવ-યુક્ત સાધુ સદા વેગ પરિકર્મ (ધ્યાન–અભ્યાસ) કરે છે એનું ચિત્ત અંકુશમાં આવી જાય છે અને મરણકાળે
ધ્યાન કરવામાં સમર્થ બની જાય છે. ૫૮૫. હે ભવ્ય તું તારા આત્માનું મોક્ષમાર્ગમાં સ્થાપન કરો
એનું જ ધ્યાન ધર. એને જ અનુભવ કર તથા એનામાં
જ વિહાર કર. બીજા દ્રામાં વિહાર કરે છોડી દે. ૫૮. આ લેક અને પરલોકમાં આશંસા પ્રયોગ (કામર્ભાગ,
સુખ વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છા)ની તથા મરવાની ઈચ્છાને, સંલેખના-રત સાધકે, મરણકાળે છોડવી જોઈએ અને છેલ્લા શ્વાસ સુધી સંસારના અશુભ પરિણામનું ચિંતન કરવું જોઈએ.
૫૮૭, પર-દ્રવ્ય અર્થાત્ ધન-ધાન્ય, પરિવાર અને દેહાદિમાં
અનુરકત રહેવાથી દુર્ગતિ થાય છે અને સ્વદ્રવ્ય અર્થાત પોતાના આત્મામાં લીન થઈ જવાથી સુગતિ થાય છે. આવું જાણું સાધકે સ્વ-દ્રવ્યમાં અનુરક્ત અને પર-દ્રવ્યથી વિરત થવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org