________________
૨૫૮. જે એક આત્માને જાણે છે,
એ તમામ (જગત )ને જાણે છે. જે તમામને જાણે છે એ એકને જાણે છે. (માટે હે ભવ્ય !) તું આ જ્ઞાનમાં હંમેશાં લીન રહે. એમાં જ હમેશાં સંતુષ્ટ રહે. એથી જ તૃપ્ત બન.
એથી જ તને ઉત્તમ સુખ (પરમ સુખ) પ્રાપ્ત થશે. ૨૬૦. જે અહનત ભગવાનને દ્રવ્ય-ગુણપર્યાયની દષ્ટિએ
(પૂર્ણપણે) જાણે છે એ જ આત્માને જાણે છે.
ખરેખર તેને મેહ વિલય પામે છે. ૨૧. જેવી રીતે કોઈ વ્યક્તિ ખજાને પ્રાપ્ત થાય એટલે
એને ઉપયોગ સ્વજનેની વચ્ચે કરે છે તેમ – બરાબર તેમ-જ્ઞાની જન મેળવેલા જ્ઞાન-ખજાનાને ઉ૫લોગ પર-દ્રવ્યોની વચ્ચે રહી પિતાના માટે કરે છે.
પ્રકરણ ૨૦: સમ્યફ-ચારિત્ર-સૂત્ર (અ) વ્યવહાર-ચરિત્ર : ૨૬૨. વ્યવહાર-નયના ચારિત્રમાં વ્યવહાર-નયનું તપશ્ચરણ
થાય છે. નિશ્ચય-નયના ચારિત્રમાં નિશ્ચય-નયનું
તપશ્ચરણ થાય છે. ૨૬૩. અશુભની નિવૃત્તિ અને શુબમાં પ્રવૃત્તિ એ
વ્યવહાર-ચરિત્ર છે. તેને પાંચ વ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના રૂપે જિનદેવે વર્ણવ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org