SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ ૨પ૨. જેનાથી તવનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તને નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૩. જે વડે- જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રેયમાં-હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતું જાય છે એને જિન શાસનમાં “જ્ઞાન” કહેવામાં આવ્યું છે. ૨૫૪. આત્માને જે અબદ્ધ-પૃષ્ઠ (દેહ-કર્માતીત), અનન્ય (અન્યથી રહિત), અવિશેષ (વિશેષથી રહિત), અને આદિ-મધ્ય-અંત વિહીન (નિવિકલ૫) એ છે એ સમગ્ર જિનશાસનને દેખે છે. ૨૫૫. જે આત્માને આ અપવિત્ર શરીરથી તત્વતઃ ભિન્ન તથા જ્ઞાયક-ભાવ-રૂપ જાણે છે એ જ સમસ્ત શાસ્ત્રોને જાણે છે. ૨૫૬. જે જીવ આત્માને શુદ્ધ માને છે એ જ યુદ્ધ આસાને પ્રાપ્ત કરે છે, અને જે આત્માને અશુદ્ધ અર્થાત્ દેહાદિયુક્ત જાણે છે, એ અશુદ્ધ આત્માને પ્રાપ્ત કરે છે. ૨૫૭. જે અધ્યાત્મને જાણે છે એ બાહા (ભૌતિક)ને જાણે છે, જે બાહ્યાને જાણે છે એ અધ્યાત્મને જાણે છે. (આ પ્રમાણે બાહા-અત્યંતર–એકબીજા–સહવત છે.) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy