________________
સમય સુધીની ઘટિત ઘટનાઓ તેમાં સંકલિત કરી હશે. આ પ્રમાણે બે-ચાર ઘટનાએ ભૂતકાળની ક્રિયાઓમાં લખેલી જોવા માત્રથી પ્રસ્તુત આગમ ગણધરકૃત નથી. એવું કહેવું ચગ્ય નથી. ઉપસંહાર -
પ્રસ્તુત આગમમાં સ્વ-સમય-પર-સમય તથા સ્વપર સમય બનેની સ્થાપના કરવામાં આવી છે. સંગ્રહ નયની દૃષ્ટિથી જ્યાં જીવમાં એકતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાં વ્યવહાર નયની દૃષ્ટિએ તેની ભિન્નતા પણ બતાવવામાં આવી છે. સંગ્રહનયનાં અનુસાર ચેતન્યગુણની અપેક્ષાએ જીવ એક છે. વ્યવહાર નથની અપેક્ષાએ પ્રત્યેક જીવ વિદ્યાત્મક છે. જેવી રીતે કે જ્ઞાન, દર્શનની દૃષ્ટિથી તેને બે વિભાગમાં વિભક્ત કરી શકાય છે. ઉત્પાદ, વ્યય, તથા પ્રોગ્યની દૃષ્ટિએ ત્રણ વિભાગોમાં વિભકત કરી શકાય છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરવાની દષ્ટિથી ચાર ભાગમાં વિભકત કરી શકાય છે. પરિણામિક આદિ પાંચ ભાવની દૃષ્ટિથી તેને પાંચ વિભાગમાં વિભકત કરી શકાય છે. સંસારમાં સંક્રમણનાં સમયે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્વ, અધે આ છ દિશાઓમાં ગમન કરવાની દૃષ્ટિથી છ વિભાગમાં વિભકત કરી શકાય છે. સ્વાદ-અસ્તિ, સ્વાદ -નાસ્તિ, સ્વાદ –અસ્તિનાસ્તિ, સ્યા -અવક્તવ્ય, સ્વાદ-અસ્તિવિકતવ્ય, સ્વાદ નાસ્તિ-અવકતવ્ય, સ્વાદ અસ્તિનારિત-અવકતવ્ય આ પ્રમાણે સપ્તભંગીની દષ્ટિથી તેને સાત વિભાગમાં વિભકત કરી શકાય છે. આઠ કર્મોની દષ્ટિથી તેને આઠ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. નવ પદાર્થોમાં પરિણમન કરવાની દ્રષ્ટિથી તેને નવ વિભાગમાં વિભકત કરી શકાય છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરેન્દ્રિય અને પંચેન્દ્રિયની દષ્ટિથી એ દસ વિભાગમાં વિભકત કરી શકાય છે.
આ પ્રમાણે સ્થાનાંગ સૂત્રમાં પુગલ આદિની એકત્વ તથા બેથી લઈને દસ સુધીની પર્યાનું વર્ણન મળે છે. પર્યાની દ્રષ્ટિથી એક તત્વ અનંત ભાગમાં વિભક્ત થઈ શકે છે અને દ્રવ્યની અપેક્ષાએ અનંત ભાગ એક તવમાં સમાવેશ થઈ શકે છે. અભેદ અને ભેદની આ વ્યાખ્યા પ્રસ્તુત આગમમાં જ જોવા મળે છે.
- સાધ્વી મુક્તિપ્રભાઈ
M.A, Ph.D. આસે શુકલા પૂર્ણિમા ૧૯૮૦ શ્રી વ. સ્થા. જૈન ઉપાશ્રય, શ્રી જમનાદાસ મહેતા માર્ગ,
ત્રણ બત્તી, વાલકેશ્વર, મુંબઈ - ૪૦૦ ૦૦૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org