SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નવમાં સ્થાનમાં નવની સ ંખ્યાનું વર્ણન કરવામાં આવ્યુ છે. જેવી રીતે નવતત્ત્વ :- જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મેાક્ષ. ચક્રવવતી'ની નવનિધિએ ઃ- પુન્યનાં નવ પ્રકાર આદિ. સમાં સ્થાનમાં દસ પ્રકારની સંખ્યાનું વર્ણન છે. જેવી રીતે કે ધર્મના દસ પ્રકાર:ક્ષમા, નિભિતા, આવ, માત્ર, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય. ધર્મના દસ પ્રકાર :- ગ્રામધર્મ, નગરધર્મ, કુલધર્મ, ગણધર્મ, સધધ, રાષ્ટ્રધર્મ, પાષન્તધર્મ, શ્રુતધ, ચારિત્રધર્મો અને અસ્તિકાય ધર્મ-વસ્તુધર્યું. દસ પ્રકારના ક્રોધની ઉત્પતિનું કારણઃ- દસ આશ્ચય ઇત્યાદિ. સ્થાનાંગ સૂત્રમાં પ્રક્ષિપ્ત અંશઃ ખીજા આગમાની જેમ સ્થાનાંગ સૂત્રને જોતાં જ ખ્યાલ આવે છે કે સમ્યગ્દષ્ટિ સંપન્ન ગીતા સુનિધરાદ્વારા ભગવાન મહાવીરનાં સમયથી પ્રાપ્ત શ્રુતધારામાં ઘણે સ્થાને હાનિ અને વૃદ્ધિ અવશ્ય થઇ છે. જેવી રીતે કે- સ્થાનાંગ સૂત્રનાં નવમાં સ્થાનમાં ભગવાન મહાવીરનાં નવ ગણાને ઉલ્લેખ કરવામાં આન્યા છે. તેમના નામ આ પ્રમાણે છેઃ- ગેદાસ ગણુ, ઉત્તરવાલિમહુ ગણુ, ઉદેહગણુ, ચારણગણુ, ઉર્ધ્વ વાતિકગણુ, વિશ્વવાતિગણુ, કામતિગણુ, માનવગણ અને કાડિનગણુ. કલ્પસૂત્રમાં કામઢતગણના ક્યાંય ઉલ્લેખ પ્રાપ્ત થતે નથી. જે કલ્પસૂત્ર વિષ્ણુત કામઢતકુલથી તેની ઉત્પત્તિ માની લેવામાં આવે તે પણ આ બધા જ ગણુાનું નિર્માણુ ભગવાન મહાવીરનાં સમયથી લગભગ ૨૦૦ વર્ષથી લઈને ૫૦૦ વર્ષ સુધી માની શકાય છે. માટે સ્થાનાંગ સૂત્રમાં તેને ઉલ્લેખ ગણુાનાં નિર્માણુ પછી જ થયે। હશે. તેને કોઇ ગીતાર્થ મુનિની સયેાજના જ કહી શકાય. એવી જ રીતે સ્થાનાંગ સૂત્રમાં સાત નિર્હવાના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જેના નામ આ પ્રમાણે છેઃ - જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, રાહગુપ્ત અને ગાષ્ઠામાહિલ. તેમાંથી જમાલિ તથા તિગુપ્ત તે ભગવાન મહાવીરનાં સમકાલીન હતા પરંતુ શેષનન્હવાના સમય ભગવાન મહાવીરનાં નિર્વાણુ વર્ષોંનાં ૩૦૦ વર્ષથી લઈને ૬૦૦ વર્ષ પછી સુધીને માનવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં સ્થાનાંગ સૂત્રમાં તેના ઉલ્લેખ, તેની વૃદ્ધિનું પ્રમાણુ, ઉપસ્થિત કરે છે. માટે ક્ષમાશ્રમણ દેવર્ધિગણી સુધી અન્ય શાસ્ત્રની જેમ જ સ્થાનાંગ સૂત્રમાં પણ એછાવત્તા પશુ સ્વીકાર કરવામાં આવ્યુ છે. ખીજુ એ રીતે પણ વિચારી શકાય કે ભગવાન મહાવીર તા સજ્ઞ હતાં. પછી થનારી ઘટનાઓનું એ સુચન કરે એમાં કોઈ આશ્ચર્ય નથી. જેવી રીતે નવમાં સ્થાનમાં આગામી ઉર્જાણી કાળનાં ભાવી તીર્થંકર મહાપદ્મનું ચરિત્ર દેવામાં આવ્યુ છે. તથા અનેક સ્થાનેાપર ભવિષ્યમાં થવાવાળી અનેક ઘટનાઓને ઉલ્લેખ પણ મળે છે. એક વાત એ પણ છે કે એ સમયે આગમશ્રુતિ પરંપરાગત હાવાના કારણે એ પાઠાનુ સંકલન આચાર્ય સ્કેન્ડિલ તથા દેવર્ષિંગણીનાં સમયે લિપિબંધ થયુ હતુ. એ સમયે એ ઘટનાએ જેને ઉલ્લેખ પ્રસ્તુત આગમમાં છે. તે ભવિષ્યમાં થવાવાળી ઘટનાએ ભૂતકાળ ખની ગઇ હતી. માટે લેાકેામાં ભ્રાંતિ ઉત્પન્ન ન થાય એટલા માટે આચાએ ભવિષ્યકાળના સ્થાન પર ભૂતકાળની ક્રિયા આપી હશે. અથવા એ આચાર્યએ એ Jain Educationa International ૧૩ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy