________________
એવું વર્ણન કરવામાં આવ્યું છે. ગુણ, ધર્મ તથા સ્વભાવની સમાનતાનાં કારણે અનેક જુદા જુદા પદાર્થોને એક છે. એવું કહેવામાં આવ્યું છે.
બીજા સ્થાનમાં છવાદિ પદાર્થોનાં પ્રકાર ગણાવામાં આવ્યા છે. જેવી રીતે કે આત્માનાં સિદ્ધ અને સંસારી, ધર્મના સગાર અને અનગાર, શ્રત અને ચારિત્ર, બંધના રાગ અને દ્વેષ, વિતાગના ઉપશાંત કષાય અને ક્ષીણ કષાય, કાળના ઉત્સર્પિણ અને અવસર્પિણ, રાશિનાં જીવશશિ અને અજીવરાશિ એમ બીજા સ્થાનમાં બે-બે પ્રકાર બતાવવામાં આવ્યા છે.
ત્રીજા સ્થાનમાં પૂર્વની અપેક્ષાએ સ્થલ દષ્ટિથી ચિંતન કરવામાં આવ્યું છે. જેવી રીતે કે દષ્ટિ-ત્રણ : ૧ સમ્યગ્દષ્ટિ, ૨ મિથ્યાષ્ટિ, ૩ મિશ્રષ્ટિ. વેદ-ત્રણ : ૧ પ્રીવેદ, ૨ પુરુષવેદ, ૩ નપુંસક. લેક – ત્રણ : ૧ ઉદ્ઘલેક, ૨ અલેક, ૩ મલેક. અવાર-ત્રણઃ ૧ સચિત, ૨ અચિત અને ૩ મિશ્ર. ઇત્યાદિ પ્રકાર બતાવવામાં આવ્યા છે.
ચતુર્થ સ્થાનમાં અનેક ભંગિનું વર્ણન કરવામાં આવ્યું છે. આચાર્ય, શ્રાવક આદિનું વર્ણન પણ ઉપમા આપીને બતાવવામાં આવ્યું છે. જેવી રીતે કે- ખજૂર- બહારથી કમળ અંદરથી કઠોર, ૨ બદામ- બહારથી કઠેર અંદરથી કમળ, ૩ સોપારી- અંદરથી અને બહારથી બંને સ્થાનથી કઠેર, ૪ દ્રાક્ષ- અંદર અને બહાર બને સ્થાનથી કોમળ, ચાર પ્રકારનાં પુરુષ૧ રૂપવાન છે પણ ગુણવાન નથી, ૨ ગુણવાન છે પણ રૂપવાન નથી, ૩ રૂપ અને ગુણ બને નથી, ૪ રૂપ અને ગુણ બને છે. ચાર પ્રકારના કુંભ- ૧ અમૃત કુંભ અને વિષનું ઢાકણું, ૨ વિષને કુંભ અને અમૃતનું ઢાંકણું, ૩ વિષને કુંભ અને વિષનું ઢાંકણું, ૪ અમૃતને કુંભ ને અમૃતનું ઢાંકણું.
પાંચમા સ્થાનમાં પાંચ વાતો પરનું વિવેચન મળે છે. જેવી રીતે કે- જીવનાં પાંચ પ્રકારએકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, પંચેન્દ્રિય વિષય પાંચ- શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ઈન્દ્રિય પાંચ - શ્રેત્ર, ચક્ષુ, વ્રણ, રસ ને સ્પર્શ. અજીવનાં પાંચ પ્રકાર:- ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને કાલ.
છઠ્ઠા સ્થાનમાં જીવ આદિ પદાર્થોની છ સંખ્યાનું વર્ણન છે. જેવી રીતે કે – પૃથ્વી, અપ, તેજસ, વાયુ વનસ્પતિ અને વ્યસ. લેશ્યા છે:- કૃષ્ણ, નીલ, કાપત, તેજો, પઅને શુકલ.
સાતમા સ્થાનમાં સાત પ્રકારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવનમાં સાત પ્રકાર-- સૂક્ષમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તથા સંજ્ઞી પંચેનિદ્રય. ભય સાત- આલેક ભય, પરલેક ભય, આદાન ભય, આકસ્મિક ભય, અપયશ ભય, આજીવિકા ભય, મરણ ભય આદિ.
આઠમાં સ્થાનમાં આત્માના આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે. દ્રવ્ય, કષાય, ગ, ઉપગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. આઠ મદદ- જાતિ, કુલ, બલ, રૂપ, લાભ, તપ, શ્રત, ઐશ્વર્ય. આઠ સમિતિ - ઈરિયાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપણ સમિતિ, પરિસ્થાપના સમિતિ, મનસમિતિ, વચન સમિતિ, કાય સમિતિ આદિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org