SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સંખ્યાવાચક શબ્દની સ્થાપના પણ પોતાની જ શૈલીમાં કરવામાં આવી છે. જેમ કે “એક”નાં સ્થાન પર “સરસા” (૧૦૪ ૧૦ = ૧૦૦ સંખ્યા) કહેવામાં આવે છે. ત્રણની સંખ્યા માટે પણ “જીવ ” (સ્થા.-૬-૧૯)ને પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ રીતે સ્થાનાંગ સૂત્રમાં તેની શેલીને જુદાં જુદાં રૂપમાં પૂરવાર મળે છે. મહત્વ - જેનાગમમાં ત્રણ પ્રકારનાં સ્થવીરો બતાવવામાં આવ્યાં છે. તેમાં શ્રત સ્થવીરનાં સ્થાને “કાળસમવાય ” એ વિશેષણ બતાવ્યું છે જેથી કાણાંગ અને સમવાયાંગનું કેટલું મહત્ત્વ છે એ સ્પષ્ટ થાય છે. બીજું આચારાંગ તથા સૂત્રકૃતાંગને સ્થાનાંગ કરતા આગળનું સ્થાન મળ્યું એ પણ એટલા માટે કે નવ દીક્ષિત સાધુ આચારમાં પરિપકવ થઈ જાય. સાધુવૃત્તિનાં નિયમોથી પરિચિત થઈ જાય. હેય, રેય અને ઉપાદેયને બોધ થઈ જાય એટલા માટે આઠ વર્ષ સુધી સાધુચર્યામાં પરિનિષ્ઠિત થઈ જ્ઞાતવ્ય વિષને જાણે, સમજે, તેનાથી પરિચિત થાય ત્યાર બાદ ક્રમશઃ બીજા વિષયની વ્યાખ્યા બીજા આગમથી પ્રાપ્ત કરે એટલા માટે સ્થાનાંગ સૂત્રનું આગમોમાં ત્રીજું સ્થાન રાખવામાં આવ્યું છે. વળી વ્યવહાર સૂત્રનાં દસમા ઉદ્દેશકનાં પંદરમાં સૂત્રમાં શ્રુત વીરને શ્રેષ્ઠ બતાવતાં કહ્યું છે કે વન્દના, છન્દ અનુવૃત્તિ તથા પૂજા-સત્કારથી શ્રુત સ્થવરનું વિશેષ સન્માન કરવું જોઈએ.’ ત્યાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે સ્થાનાંગ અને સમવાયાંગ સૂત્રનો અશ્વેતા છે તથા આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળે છે તે આચાર્ય, ઉપાધ્યાય, ગણ, ગણુવચ્છેદક, પ્રવર્તક આદિ પદવીને યોગ્ય હોય છે. શાસ્ત્રકારની આ વ્યવસ્થા સ્થાનાંગ સૂત્રની મહત્તાનો નિર્દેશ કરે છે. વિષય વસ્તુ – સમવાયાંગ તથા નંદીસૂત્રમાં સ્થાનાંગને પરિચય આપતા કહ્યું છે કે તેમાં સ્વસમય, પરસમય, સ્વ-પર-ઉભયસમય, જીવ-અજીવ-જીવાજીવ, લેક, અલકની સ્થાપના કરવામાં આવી છે. પદાર્થનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને પર્યાયની દૃષ્ટિથી ચિંતન કરવામાં આવ્યું છે. એક સ્થાન, બે સ્થાન થાવત દસ સ્થાનથી દસવિધ વકતવ્યતાની સ્થાપના કરવામાં આવી છે તથા ધમસ્તિકાય, અધમ, સ્તિકાય આદિ દ્રવ્યની પણ પ્રરૂપણ કરવામાં આવી છે. આમાં એક શ્રુતસ્કંધ, દસ અધ્યયન, એકવીસ ઉદ્દેશકાળ, એકવીસ સમઉદ્દેશકાળ, બાવન હજાર પદ, સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય તથા વર્ણનની દ્રષ્ટિથી અસંખ્યાત ત્રસ અને અનંત સ્થાવરનું વર્ણન કરવામાં આવ્યું છે. વર્તમાનમાં પ્રસ્તુત સૂત્રને પાઠ ૩૭૭૦ શ્લેક પરિમાણ છે. હસ સ્થાન પ્રથમ સ્થાનમાં આત્મા, અનાત્મા, બંધ મિક્ષ આદિનું સામાન્ય દષ્ટિથી એક એક છે. ૧ ૨ ––૧૪ વર્Fરમાયું વાતા. સ્થાનાંગ– ૩ – ૩– ૧૬૫. ૧૧ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy