________________
સૂર્યાવર્ત–સૂર્યકુંડને મહિમા એક વખત ગુરુ મહારાજે કહ્યું કે-પ્રભુ પૂજાથી પણ અધિક ફળ દેરાસર બંધાવવાથી મળે છે. તેથી અધિક ફળ, પ્રતિમા ભરાવવાથી મળે છે. પ્રાસાદનું રક્ષણ કરવામાં તેનાથી પણ અધિક ફળ છે. આ રીતના ગુરૂ મહારાજના વચનથી મહીપાલે પ્રતિમા સહિત એક પ્રાસાદ બનાવ્યો, અષ્ટાહિકમહોત્સવ કર્યો. ગુરુ મહારાજે બતાવેલા માર્ગે રૈવતાચલ પર આવી, શ્રીનેમિનાથ ભગવાનની પૂજા કરી. સૂર્યમલ્લ રાજાના જાણવામાં આવ્યું કે પુત્ર સ્ત્રીઓ સહિત ગિરનાર ઉપર આવેલા છે, એટલે રાજા આવ્યા. તેથી પુત્રે પિતાને પગે પડ્યા. પિતાએ હાથ પકડીને ઊભા કર્યા. પછી બધે પરિવાર પિતાને નગરે આવ્યા. રત્નકાન્ત અને રત્નપ્રભ વિદ્યાધરોને શિરપાવ આપીને, પિતાને સ્થાને પહોંચાડ્યા. મહીપોલ ગુણે શ્રેષ્ઠ છે. એમ કહી પિતાએ તેને રાજગાદીએ બેસાડ્યો. (શ. મા. પૃ. ૧૦૮)
મહીપાલ રાજ્યનું ન્યાયથી પાલન કરે છે. તેના રાજ્યમાં અત્યન્ત સુખ હતું. મહીપાલે રાણીઓ સહિત, વિદ્યાના બળથી, શાશ્વતા અશાશ્વતા ચિત્યની પ્રભુ પૂજા કરી. તેણે શત્રુંજય ગિરનાર અને બીજાં ગામમાં નવાં દેરાસર બંધાવ્યાં. ક્રમે પિતાના પુત્ર શ્રીપાળને રાજગાદીએ બેસાડે. સિંધને મુલક દેવપાળના પુત્ર વનપાળને આયે. પિતાની રાણીઓ સહિત, શત્રુંજય ઉપર આવ્યા. કીર્તિવિજય મુનિ પાસે વ્રત અંગીકાર કર્યું, આરાધના કરી, તે જ ભવમાં મોક્ષ પામ્યા. (શ. મા. પ્ર. ૧૦૯)
હે ઈન્દ્ર! તે જ રાજવંશમાં, આ રિપુમલ રાજા થયે. તે રેવતાચલ આગળ વાસ કરીને રહેલો છે. તે ત્રણ જન્મ કરીને મોક્ષે જશે. (શ. મા. પૃ. ૧૦૯)
શ, ૬
(૪૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org