________________
શ્રીશત્રુ...જય ગિરિરાજ દઈન
એટલામાં રાજા મૂર્ચ્છત થયા. ભાનમાં આવતાં તે પાપથી છૂટવા માટે તેણે જંગલમાં ચાર દ્વારવાળા શાંતિનાથ ભગવાનના પ્રાસાદ કરાવ્યેા. પણ તે પાપથી મુક્ત ન થયેા. માટી વ્યાધિ તેને ઉત્પન્ન થઈ. પછી મરીને સાતમી નરકે ગયા. ત્યાંથી તિર્યં ચપણામાં આવ્યો. એમ નરક તિર્યંચના અનેક અવતાર પછી, છ જન્મ સુધી મનુષ્ય ભવમાં કાઢ રાગથી મરણ પામ્યો. આ સાતમા જન્મે તુ મહીપાલ થયા. તને જે કાઢ રાગ હતા તે મુનેિ હત્યાનું ફળ હતું. માટે હે રાજન્ ? મુનિને ગૌતમસ્વામીની બુદ્ધિએ જોવા અને ભક્તિ કરવી. કદાચ, સાધુ ક્રોધી હોય તે! પણ, તેમની અવજ્ઞા ન કરવી. (શ. મા. પૃ. ૧૦૪ )
સૂર્યાવત કુંડનું માહાત્મ્ય
સિદ્ધાચલની તલેટીમાં, પૂર્વ દિશામાં મોટું સૂર્યવન આવેલુ છે. ત્યાં સૂર્ય, ભગવાનની પૂજા કરવા, સાઈઠ હજાર વર્ષ રહ્યો. તે ઉદ્યાનમાં સૂર્યાવત નામે કુંડ છે. તેનું જળ આદિપ્રભુની દૃષ્ટિથી પવિત્ર છે. હિંસાદિ દોષ નિવારનાર, દરેક પ્રકારના કોઢ મટાડનાર છે. તે જળ પ્રભુના સ્નાત્રમાં વપરાય છે. ચૈત્રી પૂર્ણિમાની યાત્રા કરવા, મણિચૂડ વિદ્યાધર પત્ની સાથે આવેલ. તે યાત્રા કરી તે જળ લઈને જતાં, તેની પત્નીએ વિમાનમાંથી તને જોયા. એટલે તારી ઉપર કરુણા લાવીને તે જળ છાંટયું. તે જળના સ્પર્શથી તારા શરીરમાં રહેવાને અશક્ત તે રાગેા બહાર નીકળીને ખેલ્યા કે-હવે અમે તારા શરીરમાં રહેવાને શક્તિમાન નથી. હે રાજકુમાર ! હિંસા એ નરકનુ' દ્વાર છે. તેમાં સાધુની હિંસા તા સંસારચક્રમાં ભમાવનાર છે. વેષધારી મુનિએ પણ વંદનીય છે, વેષ નમનીય છે. (શ. મા. પૃ. ૧૦૫)
પછી મહીપાલ કહેવા લાગ્યો કે-જગમ તીર્થં રૂપ આપ મળ્યા, અને પરમપાવન સિદ્ધાચલ તીના ઉપદેશથી, મારી આંખા ઉઘાડી. ગુરુ ઉપદેશ વગર વિદ્વાન્ પણ ધર્મના રહસ્યને પામી શકતા નથી. (શ. મા. પૃ. ૧૦૬)
ગિરિરાજની યાત્રા કરવા ગુરુ મહારાજને સાથે પધારવા વિનતી કરતાં, ગુરુ મહારાજ સહિત તે સપરિવાર આગળ ચાલ્યા. સૂર્યાવત ઉદ્યાનમાં આવ્યા. ગુરુએ બતાવેલી વિધિ પ્રમાણે સૂર્ય કુંડમાં સ્નાન કરી પ્રભુ પૂજા કરી. પછી શત્રુંજય ઉપર આવ્યા. તેની છેલ્લી ટૂક પર આવી તી તથા શ્રીઆદીશ્વર પ્રભુનાં દર્શન કર્યાં, તેથી નિર્માંળપણું તેમનામાં આવ્યું. શ્રીઆદીશ્વર પ્રભુની પાદુકાને નમન કર્યું. પ્રાસાદ જોતાં આનહિત થયા. ત્યારપછી શત્રુંજ્યા નદીમાં સ્નાન કરી, ખાદ્ય આભ્યંતર શુદ્ધ થયા. વિદ્યાના ઐશ્વર્ય થી નંદનવનનાં આણેલાં ( લાવેલાં) પુષ્પા વડે, પ્રભુ પૂજા કરી. સિદ્ધાચલ ઉપર સર્વ પ્રકારે ધર્મ કૃત્ય કર્યુ.. ( શ. મા. પૃ. ૧૦૭)
(૪૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org