________________
સૂર્યાવ–સૂર્ય કુંડના મહિમા
જ વિદ્યાધરણીએ, મહીપાલ ઉપર તે જળ છાંટયુ. શુદ્ધજળને સ્પર્શ થતાં જ, તે નિર્મળ થયા. શાંતિ થઈ. દેદ્દીપ્યમાન કાંતિવાળા મહીપાલ થયા. રાણી વગેરે બધાં ખુશી થયાં. વ્યાધિએ આકાશમાં ગઈ ને ત્યાં રહીને તે વ્યાધિ ખેલી કે સૂર્યાવત કુંડનુ... જળ તારી ઉપર નાંખેલુ છે. એટલે અમે તારા શરીરમાં સાત જન્મ સુધી રહેવા શક્તિમાન નથી. વ્યાધિ કાલાહલ કરતી અન્ય સ્થળે ચાલી ગઈ. પ્રાતઃકાલે દેવપાલે મહાત્સવ કર્યાં. પ્રથમ મિત્ર રત્નકાન્તને સુખ કરવા તેને તેડાવ્યેા. તે વિમાન સહિત ત્યાં આા ને મહીપાલને ભેટયો. ત્યાં બેઉ ભાઈ એને ભેગા કર્યા. (શ. મા. પૃ. ૯૮)
મધ્યાહ્ન સમયે માસેાપવાસી એ મુનિએ પારણા માટે પધાર્યા. ભક્તિ ભાવથી મહીપાલે ઊઠીને મુનિને વંદન કર્યું. ત્યારપછી અચિત્ત જળ વગેરેથી મુનિને પ્રતિલાલ્યા. પછી વ્યાધિનું કારણ પૂછતાં મુનિએ જણાવ્યું કે વિશેષ જ્ઞાની અમારા ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધારેલ છે. જે પૂછ્યુ હાય તે નિઃશ'કપણે તેમને પૂછી શકે છે. મુનિએ ગુરૂ મહારાજ પાસે આવ્યા અને બનેલી સઘળી મીના કહી. એટલામાં દેવપાલ, મહીપાલ, રત્નપ્રભ અને રત્નકાન્ત, મનુષ્યાથી પરિવરેલા, ગુરુ મહારાજને વંદન કરવા આવ્યા. ગુરુ મહારાજને ત્રણ પ્રદક્ષિણા દઈ, ઉત્તરાસણ કરી, દેશના સાંભળવા બેઠા. ગુરુ મહારાજે દેશના આપી. પછી પૂછ્યુ કે પ્રભુ મહીપાલના દેહમાંથી નીકળેલી વ્યાધિએ બેલી કે સાત જન્મ સુધી તમારા દેહમાં રહેવાની તાકાત અમારી નથી. તે કેમ ખેલી ? (શ. મા. પૃ. ૯૯)
મહીપાલના પૂર્વભવ
મુનિ મહારાજ ધ્યાન લગાવી તેના પૂર્વભવને જાણી કહેવા લાગ્યા કે-ભરતખ'ડના શ્રીપુરનગરમાં શ્રીનિવાસ નામે રાજા હતો. પ્રજાનુ પાલન કરતા અને શત્રુનુ' દમન કરતા. ચાચકને ઇચ્છિત દાન આપતા. શિયળ ગુણવાળા હતા પણ શિકારના દુ સનવાળા હતા. ઘેાડા ઉપર બેસીને મૃગયા માટે વનમાં જતા. મૃગના ટોળા પર બાણુ વૃષ્ટિ કરતા, એક વખત સેનાથી છૂટો પડી ગયા. ઝાડીમાં મૃગ હશે એમ વિચારી ખાણુ છેડયું, એટલે અરિહંત ભગવાનને નમસ્કાર થાવ' એવા અવાજ આવ્યા. તેથી ત્યાં દિષ્ટ ફેરવતાં ફાયાત્સગ માં રહેલા મુનિને ભેાંય પર પડી જતાં જોયા. રાજાને પશ્ચાત્તાપ થયે. બાલ્યા કે હે સ્વામિ ! અઘાર પાપી એવા મે' આ શું કર્યુ? મને ધિક્કાર છે. આ વ્યસનથી મને ઋષિ હત્યાનું પાપ લાગ્યું. હવે શું કરું ? એમ વિચારી ઘેાડા પરથી ઊતરી ધનુષ્યમાણુ ભાંગી નાંખ્યાં. મુનિને પગે લાગ્યા. પછી માટે સ્વરે રડવા લાગ્યા. મે મારા કુળને કલકિત કર્યું, હવે મને તમારી ચરણરજ જ શાંતિ આપનાર છે. મુનિ કાળધર્મ પામ્યા. (શ. મા. પૃ. ૧૦૨)
( ૩૯ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org