________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન
સૂર્યમંડના માહાભ્ય ઉપર
શ્રીચંદ્રરાજ કથા
દ્રવ્ય સેવનથી સાજા તાજા, જેમ કૂકો ચંદરાય રે, એ તીરથ તારું
(નવાણું પ્રકારી પૂજા-૧૦મી પૂજા)
આભાપુરી નામના નગરમાં વીરસેન રાજા હતા. તેને વીરમતી નામે રાણી હતી. ઘોડા વેચનાર સારા ઘોડા લાવ્યા એટલે બધાય ખરીદ્યા. પણ તેમાં એક ઘોડો વક્રગતિને હતું. રાજાને શિકારનો શોખ હતો. શિકારે નીકળ્યો અને હરણની પાછળ તે ઘેડા પર બેસીને નીકળ્યો. લગામ ખેંચવાથી તે દો. ઝાડ પકડી લેવાની બુદ્ધિએ લગામ ઢીલી કરતાં ઘડે ઊભે રહ્યો. ઘેડો ઝાડે બાંધી, વાવમાં પાણી પીવા ઊતર્યો. ત્યાં જાળી જતાં તે તોડીને અંદર ગયો. જોગીએ બાંધેલી કન્યા અને ખુલ્લી તલવાર જેઈ, કન્યાએ કહ્યું હે આભાપુરી નરેશ મને બચાવે. તલવાર લઈને જેગીને પડકાર કર્યો. જોગી ભાગી ગયો. રાજાએ પૂછયું. તું કોણ છે? તેથી તે બોલી “પદ્મપુરીના પદ્રશેખર રાજાની ચંદ્રાવતી નામની હું પુત્રી છું. જોગી મને ઉપાડી લાવ્યા. તમે મને બચાવી.” ઉપર આવ્યા અને લશ્કર પણ આવ્યું. રાજા બધા સહિત (સાથે) પિતાના નગરે ગયા. પદ્રશેખર રાજાએ ચંદ્રાવતીને વીરસેન રાજાને પરણાવી. ચંદ્રાવતીને ચંદ્રકુમાર નામે પુત્ર થયે. એક વખત રાજા અને વીરમતી ઉદ્યાનમાં ગયાં છે. વીરમતીને ઉદાસ જોઈને પોપટ ઉદાસીપણાનું કારણ પૂછે છે. મારે પુત્ર નથી, તેથી ઉદાસ છું. પોપટ બતાવે છે, કે–ઉત્તરમાં બહષભદેવ ભગવાનનું મંદિર છે. ત્યાં ચૈત્રી પૂર્ણિમાએ અસરા આવે છે. ગીત–ગાન કરે છે. તે પછી કુંડમાં નહાવા પડે છે ને રમે છે. તેમાં મુખ્ય અસરાના લીલાં વસ્ત્ર જે તારા હાથમાં આવે તે તારું કાર્ય થાય. વીરમતી ચિત્રી પૂર્ણિમાએ આવે છે અને અપ્સરાઓ નહાવા જાય છે, ત્યારે છાનીમાની મુખ્ય અપ્સરાનાં લીલાં વસ્ત્રો લઈને મંદિરમાં સંતાઈને દ્વાર બંધ કરે છે. અપ્સરાઓ નહાઈને વસ્ત્ર શોધે છે. વસ્ત્ર મળતાં નથી અને મંદિરના દ્વાર બંધ છે. એટલે નક્કી થયું કે વસ્ત્ર લઈને કઈ સંતાયું છે. વિનંતી કરે છે. દ્વાર ખોલે છે. પછી પુત્રની માંગણી કરે છે, ત્યારે કહે છે કે તારા ભાગ્યમાં નથી. પણ હું તને વિદ્યાઓ આપું છું, તેને ગ્રહણ કર. એમ કહીને વિદ્યાઓ આપે છે. વીરમતી રાત્રે જ પિતાના મહેલે આવે છે. અપ્સરાએ એ પણ કહ્યું છે કે-તું વિદ્યાઓ સિદ્ધ કરજે. ચંદ્રકુમાર તારે આધીન રહેશે. તે તેમ કરે છે.
(૪૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org