________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય
શકરાજને બતાવેલી આરાધના રાજર્ષિ ચંદ્રશેખરના આખા અધિકારને જાણે છે પણ તે વાત કાઢતા નથી. શુકરાજ પિતાની પાસે કરગરીને પૂછે છે કે મને રાજ્ય કઈ રીતે મળે? ત્યારે કેવલી મૃગધ્વજ બેલ્યા કે-દુઃસાધ્ય કાર્ય ધર્મકૃત્યથી સુસાધ્ય થાય છે. માટે તીર્થ શિરોમણિ શ્રીસિદ્ધાચલ અહિંથી નજીક છે. ત્યાં જઈને શ્રી આદીશ્વર ભગવાનની ભક્તિ કરી, સિદ્ધાચલની ગુફામાં પરમેષ્ઠી મંત્ર જાપ કરતો રહે, તે તેને સર્વ ઈછિત દેનાર થશે. જે સમયે ગુફામાં પ્રકાશ થાય ત્યારે જાણજે કે તારી કાર્ય સિદ્ધિ થઈ ગઈ.
શુકરાજે કરેલી ગિરિરાજની આરાધના કેવલી ભગવાનના વચનથી આનંદિત થઈ તે વિમાનમાં બેસીને વિમલાચલ પર આવ્યો અને કેવલી ભગવંતે કહ્યા પ્રમાણે ધ્યાન ધરવા લાગ્યો. છ મહિને ગિરિરાજની, આરાધનાથી તેજપુંજ દેખાયો. ત્યારે ચંદ્રશેખરને દેવીએ કહ્યું કે હવે તારું સ્વરુપ ચાલ્યું ગયું છે, માટે જલ્દી અહિંથી ભાગી જા. આથી ચંદ્રશેખર ચોરની માફક ભાગી ગ. હવે શુરાજ પિતાના નગરમાં આવ્યું. બધાએ આદર સત્કાર કર્યો. ચંદ્રશેખરના ભાગી જવાથી પૂર્વ વૃત્તાંત કઈ જાણી શકયું નહિ.
એક સમયે શકરાજ વિદ્યાધરે વગેરે બધા પરિવાર સાથે ઠાઠમાઠથી સિદ્ધાચલતીર્થની યાત્રાએ ચાલ્યો. ત્યાં જઈને પ્રભુ પૂજા, સ્તુતિ વગેરે મહોત્સવ કર્યો.
શત્રુંજય નામ આ તીર્થમાં મંત્ર સાધનાથી શત્રુ પર જય થાય છે. આથી બુદ્ધિમાન પુરુષે આને શત્રુંજય એવા નામથી બોલે છે. શકરાજાથી શત્રુંજય નામ પડ્યું, ને તે જગતમાં પ્રસિદ્ધ થયું.
શકરાજ શત્રુ રહિત રાજ્ય કરવા લાગ્યો, બીજાઓને દષ્ટાંત લેવા ગ્ય થયો. શાસનની પ્રભાવના કરી. તેને પદ્માવતી વગેરે ઘણી રાણીઓ હતી. પદ્માવતીથી પદ્માકર નામનો પુત્ર છે. વાયુવેગા રાણીથી વાયુસાર નામને પુત્ર થયો. શકરાજાએ પદ્મકુમારને રાજય આપ્યું અને વાયુસારને યુવરાજ બનાવ્યા. પછી પત્નીઓની સાથે કરાજાએ દીક્ષા લીધી. શત્રુંજય તીર્થ ઉપર આવ્યા. શુલ ધ્યાનમાં ચઢવાથી કેવલજ્ઞાન પામ્યા. પૃથ્વી પર વિચરી અને બન્ને સ્ત્રીઓ અને શકરાજ મેક્ષે ગયા. (શ્રાદ્ધવિધિ પ્રકરણ)
(૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org