________________
શ્રી શત્રુજય ગિરિરાજ દર્શન શ્રી ગિરિરાજના મહિમા ઉપર
ચંદ્રશેખરની કથા “ચંદ્રશેખર નિજ ભગિની ભોગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે
(નવાણું પ્રકારી પૂજા, ૨-પૂજા) ચંદ્રપુરી નગરીમાં સેમચંદ રાજાને ચંદ્રશેખર પુત્ર અને ચંદ્રાવતી પુત્રી હતી. ચંદ્રાવતીને મૃધ્વજ રાજા સાથે પરણાવી હતી. ચંદ્રશેખરને યશોમતી રાજકન્યા પર ણાવી હતી, પણ ચંદ્રશેખર કપટી હતો. ચંદ્રાવતી પણ પિતાના ભાઈ ચંદ્રશેખર પર પ્યાર કરનારી હતી.
એક દિવસ મૃગધ્વજ રાજા શુકની પાછળ ગયે ત્યારે ચંદ્રાવતીના સંદેશાથી ચઢાઈ લઈને ચંદ્રશેખર આવ્યા. નગરને ઘેરો ઘાલ્ય, કમલાલાને પરણને શુકે બતાવેલા માર્ગે રાજા પિતાના નગરની બહાર આવ્યો. ત્યારે ઉદાશ થયેલા એવા પિપટના મુખેથી સાંભળ્યું કે ચંદ્રશેખરે ઘેરો ઘાલ્યું છે. રાજા નિરાશ થયો. એટલામાં લશ્કર આવ્યું ને રાજા આનંદમાં આવ્યો. કપટી ચંદ્રશેખરે ભેટ મોકલીને કહેવડાવ્યું કે–તમે ન હતા તેથી તમારા રાજ્યનું રક્ષણ કરવા આવ્યો હતો, એમ કહેવડાવીને ચંદ્રશેખર ગયે, એક વખત ચંદ્રશેખરે કામદેવ યક્ષની આરાધના કરી, યક્ષે પ્રગટ થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે તેને કહ્યું મને ચંદ્રાવતી આપ. આથી યક્ષે અદશ્ય અંજન આપ્યું, આથી તેને ચંદ્રાવતી પાસે આવે અને ભોગ ભેગવે પણ તેને કોઈ દેખી શકે નહિ. ચંદ્રાવતી ગૂઢગર્ભા થઈ અને તેને ચંદ્રાંક પુત્ર થયા.
તે પુત્ર ચંદ્રશેખરે પિતાની રાણી યશોમતીને આપે. ચંદ્રક માટે થયે, ત્યારે એક વખત યમતીએ તેની પાસે કામ ભેગની માંગણી કરી, ત્યારે ચંદ્રક બેલ્યો કે માતા તું શું બેલે છે? ત્યારે યશોમતીએ કહ્યું કે તારી માતા તો મૃગધ્વજ રાજાની રાણી ચંદ્રાવતી છે. આમ સાંભળીને તે મૃગધ્વજ રાજા પાસે ગયો. ત્યારે યશોમતીએ સાધ્વી થવાનો નિર્ણય કર્યો. પણ સાધ્વી ન મળતાં ગિની થઈ.
મૃગધ્વજ રાજાના દીક્ષા લીધા પછી શુકરાજા ગિરિરાજની યાત્રા કરવા ગયા. ત્યારે ચંદ્રશેખરે રાજ્યની અધિષ્ઠાત્રી ગોત્રદેવીની ખૂબ આરાધના કરી. તે પ્રગટ થતાં વર માંગ વાનું કહ્યું. તેથી ચંદ્રશેખરે શુકરાજાનું રાજ્ય માંગ્યું. દેવી તે ન અપાય એમ કહ્યું, ત્યારે તેણે કહ્યું કે બેલથી કે છલથી મારું કાર્ય થાય તેમ કરે. દેવીએ તથાસ્તુ કહ્યું:
(૨૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org