________________
૧૦ ધ્યાનસ્થસ્વગત આગામધારક આચાર્ય દેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ 10 Dhyanstha Swargata Shree Agamoddharak Maharaj Acharyadev
Shree Anandsagarsurishwarji પ.પૂ. આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને જન્મ ગુજરાતના ધાર્મિક શહેર કપડવણજમાં ઈ. સ. ૧૮૭૫ માં થયો હતો. બાલ્યાવસ્થાથીજ તેઓશ્રી દુન્યવી ચીજ તરફ અનાસક્ત હતા. ગુરૂદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે તેમણે સૌરાષ્ટ્રના લીબડી ગામે દીક્ષા અંગીકાર કરેલ. ખૂબજ ટૂંકા સમયમાં તેઓશ્રીએ જાતે જ જૈન આગમનું અથાગ જ્ઞાન મેળવ્યું હતું. હસ્તલિખિત ૪૫ જૈન આગમ પર તેમણે સંશોધન કાર્ય કર્યું અને સરળ અને સુંદર રીતે સમજી શકાય તેવી રીતે આગમોનો પરિચય આપે. આથીજ જૈન સમાજે તેઓશ્રીને “ આગમ દ્વારક” તરીકે બીરદાવ્યા. પાલીતાણા અને સુરતમાં આવેલ આગમ મંદિરો તેઓશ્રીની પ્રેરણા, માર્ગદર્શન અને પ્રયત્નથીજ બંધાયેલ છે. તેઓશ્રીને પિતાના અંત સમયની જાણ થતાં, મહાસમાધિપૂર્વક તા. ૭-૫-૧૯૫૦ ના દિવસે સુરત શહેરમાં ૭૫ વર્ષની ઉંમરે નશ્વરદેહ છોડી કાળધર્મ પામ્યા હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org