________________
શે. આ કની પેઢીને વહીવટ
આતમાં અમદાવાદના શ્રીસંઘની પેઢીનું નામ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું હશે; અને બીજી વાત એ કે, આગળ જતાં, શ્રી શત્રુંજય તીર્થને કારભાર પણ આ પેઢીના નામથી ચાલુ કરવામાં આવ્યું હશે. આપણા શ્રીજૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું નામ કેટલું બધું લોકપ્રિય બન્યું છે, તે એ હકીક્ત ઉપરથી પણ જાણી શકાય છે કે, ગુજરાત, સૌરાષ્ટ્રના એવાં પણ કેટલાંક શહેરે છે કે-જ્યાંના શ્રીસંઘની પેઢીનું નામ શેઠ આણંદજી કલ્યાણજી રાખવામાં આવ્યું છે, છતાં એ અમદાવાદ પાલીતાણાની આજ નામની પેઢી સાથે સંકળાયેલ નથી. પેઢીનું આ નામ કઈ
વ્યક્તિ-વિશેષના નામ ઉપરથી નહીં પણ “આણંદ” અને કલ્યાણ જેવા બે મંગલસૂચક શબ્દના જેડાણથી પાડવામાં આવ્યું હશે, તે સુવિદિત છે. શ્રીસંઘનું નામ અને કામ તે હંમેશાં આનંદ અને કલ્યાણને જ કરનારું હોય, એ એને ભાવ છે.
પાલીતાણાના ચોપડામાં મળતાં ઉપર્યુક્ત ઉલ્લેખ ઉપરથી બીજી વાત એ જાણવા મળે છે કે, આ પેઢી વિ. સં. ૧૭૮૭ પહેલાં ગમે ત્યારે સ્થપાયેલી હોવી જોઈએ; એટલે એ આશરે અઢી વર્ષ જેટલી જૂની તો છે જ, એને કદાચ એનાથી પણ કેટલીક વધુ પ્રાચીન માની શકાય. આ રીતે અઢીસો વર્ષ જેટલી જૂની પેઢીની કાર્યશક્તિને સમયને ઘસારે ન લાગે અને ઊલટું, સમયના વહેવા સાથે, એ વધુ કાર્યક્ષમ બનતી રહે અને પિતાના કાર્યક્ષેત્રનો પણ ઉત્તરોતર વિકાસ કરતી રહે, એ બીના એ વાતને સ્પષ્ટ ખ્યાલ આપે છે કે, એના પાયામાં શ્રીસંઘની ભાવનાનાં અને સંચાલકોની કર્તવ્ય નિષ્ઠાનાં કેવાં ખમીરદાર ખાતર-પાણી સિંચાતાં રહ્યાં છે !
અમદાવાદ શ્રીસંઘની કામગિરિ એક રીતે કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે, અમદાવાદના શ્રીસંઘે શ્રીશત્રુંજય તીર્થનો વહીવટ સંભાળી લીધા પછી એ બાબતમાં એને પીછેહઠ કરવાનો
ક્યારે ય અવસર આવ્યો નથી. આજે પણ આ તીર્થને વહીવટ અમદાવાદના શ્રીસંઘના મવડીઓ જ સંભાળે છે. કારણ કે આશરે એકાદ સૈકા પહેલાં (સને ૧૮૮૦ની સાલમાં) પેઢીનું પહેલું બંધારણ ઘડાયું ત્યારથી તે છેક આજ સુધી, બંધારણમાં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે, પેઢીને બધે વહીવટી કારોબાર, અમદાવાદના શ્રીસંઘમાંથી પસંદ કરવામાં આવેલ, નવ વહીવટદાર ટ્રસ્ટીઓ જ ચલાવે છે, તેમ પેઢીના સંચાલન માટેની અમદાવાદના મોવડીઓની સતત ચિંતા અને અખંડિત કામગિરિ અમદાવાદના શ્રીસંઘને માટે પણ ગૌરવરૂપ બની રહે એવી છે.
(૨૧૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org