SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન ફરી પાછે પાટણ સંઘનેા, તથા ત્રણ શહેરના વહીવટ ત્યાર પછી વળી પાછી ગુજરાતની રાજધાની ધેાળકાના બદલે પાટણમાં ફેરવાઈ, એટલે સ્વાભાવિક રીતે જ, આ તીર્થને વહીવટ પણ પાટણના સઘના હાથમાં ગયા. પણ આવી સ્થિતિ શ્રી સમરાશા ઓસવાળે વિ.સં. ૧૩૭૧માં કરાવેલ શ્રીશત્રુંજય તીના પંદરમો ઉદ્ધાર પછી થેાડાક દાયકાઓ સુધી જ ચાલુ રહી હતી, અને ત્યાર પછીના અરાજકતાના સમયમાં, પાટનગર પાટણની અને એના જૈન સંધની સ્થિતિ ડામાડોળ અને નબળી થઈ ત્યારે, આચાર્ય શ્રીવિજયરાજસૂરિજીની સલાહ પ્રમાણે શ્રીશત્રુંજય તીના વહીવટ સભાળવાની જવાબદારી પાટણ, ખંભાત અને રાધનપુરના સ`ઘેાના મેવડીઓએ સ’યુક્તપણે સ્વીકારી હતી. અમદાવાદ શ્રીસંઘનેા વહીવટ આવી સ્થિતિ કેટલાં વર્ષાં ચાલુ રહી, એની ચાક્કસ વિગત મળતી નથી, પણ એટલું લાગે છે કે, શ્રેષ્ઠી કર્માશાએ શ્રીશત્રુ જય તીર્થના સેાળમા જીર્ણોદ્ધાર વિ. સં. ૧૫૮૭માં કરાવ્યા, તે પછી કેટલાક દાયકા બાદ, આ તીર્થના વહીવટ, તે વખતના ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરના હાથમાં આવી ગયા હોવા જોઈ એ. તે વખતના કેવળ અમદાવાદના જૈન સ`ઘના જ નહિ પણુ સમસ્ત જૈનસઘના એક, ખાહેશ, વગદાર, ધર્મીનિષ્ઠ, પ્રભાવશાળી અને સમર્થ મેાવડી નગરશેઠ શ્રેષ્ઠીવય શાંતિદાસ ઝવેરીની રાહબરી નીચે આ તીનેા વહીવટ સુવ્યસ્થિત થયાની વાતની સાક્ષી છે. એમણે અમદાવાદના ઓસવાળ વ ́શના એ ભાઈએ શ્રેષ્ઠી રતન અને શ્રેષ્ઠી સૂરાને સાથે રાખીને, વિ.સ. ૧૭૦૭ની સાલમાં, પાલીતાણાના દરબાર ગેાહેલ કાંધાજી સાથે જૈન સંઘવતી, શ્રી. શત્રુંજય મહાતી અને એના યાત્રિકાના રખાવાના સૌથી પહેલા કરાર કર્યો હતેા, એ ખીના પણ સાક્ષી પૂરે છે, પેઢીની પ્રાચીનતા આ પછી આ તીર્થના વહીવટ ઉત્તરોત્તર અમદાવાદના શ્રીસંઘના હાથમાં સ્થિર અને વ્યવસ્થિત થતે ગયા અને સમય જતાં, એ વહીવટ, ભારતભરના સમસ્ત શ્રીસ ધવતી, અમદાવાદમાં રહેલી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના નામથી થવા લાગ્યા. સમસ્ત જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક શ્રીસંઘનું પ્રતિનિધિત્વ ધરાવતી આ પેઢીનું નામકરણ કોણે, કયારે અને કયાં કયુ હશે, એની આધારભૂત માહિતી તેા ઉપલબ્ધ થતી નથી, પણ શ્રીરાત્રુ જય તીના વિ. સ’. ૧૭૮૭ની સાલના એક ચાપડામાં ‘શ્રી આણુંદજી કલ્યાણજી, રાજ નગર'ના નામનું ખાતું મળે છે, તેથી એ વાત જાણી શકાય છે. પહેલી વાત એ કે શરૂ ( ૨૧૪) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy