________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
પરમ પૂજ્ય શ્રી વીરવિજયજી મહારાજનાં રચેલાં ૨૧ ખમાસમણે વિસ્તારથી ગુણોનું વર્ણન કરવા રચ્યાં છે. જ્યારે ૧૦૮ ખમાસમણુમાં છેલ્લે ૨૧ ગુણ નિષ્પન્ન નામે પણ લીધાં. છે, આના (૧૦૮ના) રચયિતા મુનિરાજ ગુજશવિજય મહારાજે ગિરિના મહિમાને સૂચવવા માટે, વિસ્તારને જણાવવા માટે ૧૦૮ ખમાસમણ રચ્યાં છે, જેને જેટલાં ખમાસમણુ-૨૧ કે ૧૦૮ જે દેવાં હોય તે આપીને આરાધના કરે છે.
અહીં જે ૨૧ નામ આપ્યાં છે તે અને વીરવિજયજી મહારાજે જે એકવીશ નામ આપ્યાં છે, તેમાં ૧૮, ૧૯, ૨૦ નામમાં ફેરફાર આવે છે પણ બનેએ એકવીશ નામ તો લીધાં છે. - એક વાત તે વારંવાર લખવી જ પડશે કે સર્વને મૂળ આધાર તે શ્રીધનેશ્વરસૂરિજીનું રચેલ શ્રી શત્રુંજય-માહાસ્ય ગ્રન્થ જ છે, બીજા ગ્રંથો ભલે ગણું હોય પણ મુખ્ય ઈમારત તો શ્રી શત્રુંજયમાહાતમ્ય ગ્રન્થ ઉપર જ છે.
નવાણું યાત્રા કરનાર દાદાના મંદિરને પ્રદક્ષિણા દેવા પૂર્વક ૧૦૮ ખમાસમણ આપે છે તે ૧૦૮ આ છે.
નવાણું યાત્રા કરનાર પાલીતાણું ધર્મશાળામાં રહે છે. તે યાત્રા રોજ એક બે જેમ અનુકૂળતા હોય તેમ કરે છે. એક યાત્રાએ પાંચ ચિત્યવંદન, નવ ખમાસમણ, નવ સાથિયા, નવ લેગસ્સનો કાઉસ્સગ્ગ અને ત્રણ પ્રદક્ષિણા દે છે, કેક દિવસ બે યાત્રા કરે, કેઈ સમય એવો મળે તો ત્રણ યાત્રા પણ કરે. એ બધે અધિકાર આગળ આપીશું.
A ૨૧ નામમાં કૈલાસ, કદંબગિરિ, ને ઉજજ્વલગિરિ છે. જ્યારે ૧૦૮ માં તે નામની જગ્યા પર ભદ્રપીઠ, પાતાલમૂળ અને અકર્મક એમ ત્રણ નામ છે, પણ ૧૦૮ નામની સંખ્યામાં તે ૨૧ ખમાસમણના નામ તે લીધાં જ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org