________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
બધા ગિરિઓમાં આ ગિરિ સુરપતિ (ઈન્દ્ર) સરખો છે. અને એનાથી પાપ પંક નાશ પામે છે, તેથી આ ગિરિ “ઈન્દ્ર' નામે પ્રસિદ્ધ છે. આવા ગિરિરાજને નમસ્કાર કરે. ૯૫
ત્રિભુવનમાં તીરથ સવે, તેહમાં માટે એહ છે તે તથેશ્વર પ્રણમીયે, “મહાતીરથ જશ લેહ લાખમાળા (૧૦)
જે ગિરિ ત્રણ ભુવનના સઘળા તીર્થોમાં તીર્થ તરીકે સર્વથી શ્રેષ્ઠ છે. અને તેથી જ મહાતીરથ” કહેવાય છે, તે ગિરિરાજને હંમેશાં પ્રણામ કરીએ. ૧૯દા
આદિ અંત નહિ જેહનો, કઈ કાલે ન વિલય તે તીર્થેશ્વર પ્રણમીયે, “શાશ્વતગિરિ' કહેવાય લાખમાળા (૧૧)
જેને કેઈકાલે આદિ નથી કે અંત નથી અને તેથી જેને કઈકાલે વિનાશ નથી, એથી શાશ્વતગિરિ નામ આપેલ છે. આવા આ તીર્થેશ્વરને પ્રેમથી પ્રણામ કરીએ શાળા
ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હેય અપાર !
તે તીર્થેશ્વર પ્રણમીયે, નામ “સુભદ્ર' સંભાર ૯૮ખમાળા (૧૨) પાર વગરના ભદ્રક પરિણામી છે આ ગિરિ પર આવે છે. તેથી આ ગિરિનું “સુભદ્ર એવું નામ સાંભળવાનું મળ્યું છે. આવા આ ગિરિવરને હંમેશાં નમન કરીએ. ૯૮
વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ તે તીર્થેશ્વર પ્રણમીયે, નામે જે “ટ્રકશક્તિ' પાલ્લાખમા (૧૩)
આ ગિરિ પર ભક્તિભાવથી આરાધના કરતાં સાધુ-મુનિરાજની આત્મશક્તિ દ્રઢ થાય છે, તેથી આ ગિરિ દ્રઢશક્તિ' નામે વખણાય છે. આવા આ તીર્થેશ્વરને ભાવથી નમીએ
શિવગતિ સાથે જે ગિરે, તે માટે અભિધાન !
તે તીર્થેશ્વર પ્રણમયે “મુક્તિનિલય” ગુણખાન ૧૦લાખમાળા (૧૪) આ ગિરિ ઉપર મુનિવર શિવગતિ મોક્ષગતિ-મુક્તિનિલયને સાધે છે, તેથી તેનું ગુણની ખાણ સમાન “મુક્તિનિલય” નામ પડયું છે. આવા પ્રભાવવાળા ગિરિવરને ભાવથી સેવો ૧૦૦
(૧૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org