________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
શ્રીભરતચકવર્તી એ સુવર્ણનું મંદિર બનાવ્યું હતું. તે કાલે ચૌમુખજી બીરાજમાન કર્યા હશે. મંદિરના ચારે દ્વાર તરફ એક એક પ્રતિમાજી હોય તેને ચૌમુખજી કહેવાય) આવા ચૌમુખજી ચાર ગતિને દૂર કરીને અક્ષય સુખના દેનાર થાય છે. આવા આ તીશ્વરને પ્રણામ કરીએ. ૮૫
ઈણ તીરથ મોટા થયા, સેલ ઉદ્ધાર સાકાર તે તીર્થેશ્વર પ્રણમયે, લઘુ અસંખ્ય વિચાર ૮૬ખમાએ
(કાળ બળ કોઈને પણ છોડતું નથી. તેમાં આ અવસર્પિણી કાળ એટલે દરેક વસ્તુ કાળક્રમે જણ બને, એટલે મંદિર વગેરેમાં પણ એ સ્થિતિ થાય. આથી મંદિર આદિ જીર્ણ થાય ત્યારે તેનો ઉદ્ધાર કરવા જરૂરી થઈ પડે આથી) આ ગિરિ પર મોટા સેળ ઉદ્ધાર થયા પણ નાના નાના તો અસંખ્ય થયા, તેવા આ તીર્થેશ્વરને નમન કરીએ ૮૬ાા
દ્રવ્ય ભાવ વૈરી તણ, જેહથી થાયે અંત તે તીર્થેશ્વર પ્રણમીયે, “શત્રુંજય’ સમરત ૮૭ાખમાળા (૧)
જે ગિરિરાજને સંભારતાં તેના પ્રભાવે દ્રવ્ય ભાવ વૈરીને અંત આવે છે, આ કારણે જેનું નામ “શત્રુંજય પડ્યું છે. તેવા આ તીર્થેશ્વરને હંમેશાં પ્રણામ કરીએ ૮૭
પુંડરીક ગણધર હુવા, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ તે તથેશ્વર પ્રણમયે, “પુંડરીક ગિરિ નામ ૮૮ખમાબે (૨)
આ ગિરિરાજ પર પુંડરીક ગણધર, પ્રથમ સિદ્ધ થયા. આ કારણથી તેમના નામથી આ ગિરિ “પુંડરીક ગિરિના નામથી ઓળખાય છે. આવા તીર્થરાજને હે ભાગ્યશાળીઓ ! તમો નમે તેટલા
કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હવા સુપવિત્ત
તે તીર્થેશ્વર પ્રણમીયે, “સિદ્ધક્ષેત્ર” સમચિત્ત લાખમાળા (૩) આ ગિરિરાજના કાંકરે કાંકરે કેટલાયે પવિત્ર આત્મ સિદ્ધ થયાં છે. આથી આનું સિદ્ધક્ષેત્ર એવું પણ નામ છે. તેવા આ ગિરિને સમચિત્તથી હંમેશાં નમન કરીએ પાટલા
(૧૮૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org