________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
સુમતિ સુધારસ વરસતે, કર્મ દાવાનલ સાંત
તે તીર્થેશ્વર પ્રણમયે, ઉપશમ તસ ઉલસંત ૬ દાખમાળા આત્મામાં સદ્દબુદ્ધિરૂપ અમૃતરસ વરસતાં વિદ્યમાન કર્મ દાવાનલ ઉપશાંત થાય છે અને તેનો અંતર આત્મા ઉલ્લાસમય થાય છે. એવા આ તીર્થેશ્વરને નમન કરે છેદા
મૃતધર નિત નિત ઉપદિશે, તત્તાતત્વ વિચાર!
તે તીર્થેશ્વર પ્રણમીયે, ગ્રહે ગુણયુત શ્રોતાર ૬કાખમાળા શાસ્ત્રના અર્થને પામીને ગીતાર્થ થયેલા એવા ગુરુદેવો આ તીર્થના ગુણને સમજનારા એવા શ્રોતાગણને તત્ત્વ-અતત્વને વિષય અને તીર્થરાજના મહિમાને સમજાવે છે. આવા આ મહિમાભર્યા તીર્થેશ્વરને હે ભવ્ય ! તમે હંમેશ નમસ્કાર કરો. ૬૭
પ્રેમ મેલ ગુણગણતણું, કરતિ કમલા સિંધુ છે
તે તીથેશ્વર પ્રણમીયે, કલિકાલે જગ બંધુ ૬૮ાખમાં છે આ તીર્થ ગુણના સમુદાયનું પ્રેમમેલક તીર્થ છે, વળી કીર્તિરૂપી લક્ષ્મી માટે સમુદ્ર સરખું છે. અને વળી કલિકાલની અંદર સહાય કરનાર જગતનાં બધુ સરખું આ છે. તે હે ભો! આવા પાવન તીર્થને સેવ ૬૮
શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ ! તે તીર્થેશ્વર પ્રણમી, દિન દિન મંગલ માલ ૬લાખમાળા
આ તીર્થેશ્વરની વિશાલ ભક્તિ વડે લક્ષમી, શાંતિ અને સંસારની માયાને તરીને મુક્ત થવાય છે. તેમજ દિવસે દિવસે મંગલનું ભાથું વધતું જાય છે. આવા આ તીર્થ રાજને પ્રણમે છેલ્લા
શ્વેત ધ્વજા જશ ફરકતી, ભાખે ભવિને એમ
તે તીર્થેશ્વર પ્રણમીયે, ભ્રમણ કરો છો કેમ ? ૧૭૦માખમાબા આ ગિરિરાજના મંદિરના શિખર પર ફરકતી શ્વેત ધજા ભવ્ય પ્રાણીઓને સંબોધન કરે છે કે હે ભવ્યાત્માઓ! તમે સંસારની માયામાં શા માટે ભમે છે? અહીં આવે. તમારો દુઃખદાયક સંસાર-પરિભ્રમણ નાશ થઈ જશે. આ સંકેત આપનાર આ તીર્થને હે પ્રાણીઓ તમે ભાવ ભક્તિથી નમો ૭૦ શ, ર૩
(૧૭૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org