________________
ઉત્થાન
ગિરિરાજના ફેટાઓ છાપવાની તમન્ના તે ખરી; પણ એ જ ફેટાઓ એવી રીતે બહાર આવવા જોઈએ કે ફેટાઓ જોતાં પહેલાં ગિરિરાજની આરાધના, ગિરિરાજનો મહિમા, ગિરિરાજની પવિત્રતા, અને ગિરિરાજની ઉત્તમતા, તેના મગજમાં આવે. આથી વિશિષ્ટ પ્રકારે ગિરિરાજના વર્ણનવાળા લખાણ સાથે જે ફેટાઓ બહાર પડે તે સારૂં. એ મુદ્દાએ અમુક પ્રકારનું લખાણ કરીને પુસ્તક બહાર પાડવાને વિચાર કર્યો.
પુસ્તકનું નામ શું આપવું ? તે પ્રશ્ન ઉપસ્થિત થયે. આથી નામ પણ તેવું જોઈએ કે આ પુસ્તકને સુસંગત થાય, તેના મહિમાને ગાય અને તે નામનું બીજું પુસ્તક ન હોય, કે જેથી બીજા પુસ્તકથી એ ભિન્ન પડે. આથી “શ્રી શત્રુંજય ગિરિરાજ દશન” એવું નામ રાખ્યું. આ જ સુધીમાં ગિરિરાજ અંગે જેટલું સાહિત્ય મને મળ્યું છે, તેમાં આ નામનું કેઈ પુસ્તક મળ્યું નથી.
આ પુસ્તકમાં આ અવસર્પિણીમાં ગિરિરાજને મહિમા કે ગવાય ! કોને આરાધના કરી ! પ્રભુ પદ પદ્મથી પાવન એવા રાયણ વૃક્ષને મહિમા, સૂરજ કુંડના પ્રતાપે કેને કે લાભ થયે ! ગિરિરાજના ઉદ્ધાર કેવા થયા ! ગિરિરાજના નામે કેવાં ! આરાધના કરનારા પુણ્યવાને એ કેવા કેવા પ્રકારે આરાધના કરી, તેમજ ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં કેવાં કેવાં સ્થાને હતાં અને છે, તે બધું સંક્ષિપ્ત છતાં કાંઈક વિસ્તારથી આમાં લેવાનું વિચાર્યું.
ઉપર કહેલું લીધા પછીથી ફેટાઓના નામ આપવા પૂર્વક ફટાઓ આપવા અને ફટાએને પરિચય આપ, એમ ક્રમે લેવાનો વિચાર કર્યો.
ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્ય મહારાજ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૯૬માં કપડવંજમાં પ્રતિમાના લેખો અને હસ્તલેખિત પ્રતેની પ્રશસ્તિઓ લેવાનું સૂચન કર્યું. તેથી કપડવંજથી માંડીને પાલીતાણા સુધીના અને ગિરિરાજ ઉપરના પ્રતિમાના લેખ, તેમજ શિલાલેખ ૧૯૬માં લીધા હતા. (જે પ્રતિમા લેખે આવી ગયા જેવા લાગ્યા તેવા ફરી ફરી લીધા નથી. તેમાં પણ મેટેભાગે ૧૯મી સદીના જુજ લીધા છે.) વળી કપડવંજથી મુંબઈ સુધીના પ્રતિમાના લેખો સં. ૨૦૦૦ માં લીધા હતા. તે છાપવાને અવસર આવ્યા ન હતા. તેથી આ ગ્રંથમાં તે લેખ આપવાને વિચાર કર્યો. (ગિરિરાજ ઉપરના લેખની નકલ મારા ઉપરથી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ ઉતરાવી છે.) મારા લેખમાં સંજોગને આધીન દાદાને અને પુંડરીક સ્વામીનો લેખ લેવા નથી. પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ બીજે, શ્રીજેનઆત્માનંદસભા ભાવનગરથી બહાર પડેલમાં શરૂઆતમાં ૧ થી ૩૭, પપ૭ નંબરના લેખે ગિરિરાજ ઉપરના છપાયેલા છે. છતાં પણ બીજા અને ત્રીજા નંબરના લેખેને છોડીને તે બધાયે લેખ મારી જાતે લીધા છે. જે આ
XIII
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org