________________
ઉથાન
પુસ્તકમાં આવી ગયા છે. બીજા અને ત્રીજા નંબરનો દાદા અને પુંડરીક સ્વામીને લેખ તે પુસ્તક ઉપરથી લીધું છે. નવા દરવાજાઓ કરતાં જે ખેદકામ કર્યું તેમાંથી વસ્તુપાલ તેજપાલના બે લેખ જે નીકળ્યા તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ અંકના પહેલા ભાગમાં છપાયા છે તેની ઉપરથી લીધા છે. (લેખોની લિપિ બાળબોધ લેવાને બદલે અત્રે ગુજરાતી લીધી છે.)
પૂર્વકાળમાં મંદિર વગેરેની કેવી રીતે રચના હતી અને વર્તમાનમાં કેવી રીતે થઈ તે પણ આમાં બતાવ્યું છે. કેટલીક વાતો ઊલટ સુલટ કેવી થાય છે તે પણ આમાં જણાવ્યું છે. આવી રીતે આ ગ્રંથ તૈયાર કર્યો છે.
ગ્રંથના અંગે આર્થિક સહાયની કઈ એવી યેજના ઘડવી જોઈએ કે જેથી સહાય મળે, ગ્રંથનું કાર્ય થાય અને ગ્રંથ બહાર પડાય. આ પેજના મુજબ સં. ૨૦૩૩ માં એક હેન્ડબલ બહાર પાડ્યું, અને આ ગ્રંથમાં શું શું લેવું છે તે જણાવ્યું. સાથે સાથે તે પણ જણાવ્યું કે સો રૂપિયાની સહાય કરનારનું નામ પુસ્તકમાં આપવું અને એક નકલ આપવી. આ જનામાં ગ્રંથ છપાવવાને માટે આર્થિક સહાય મળી રહી છે.
આભાર :- પૂજ્ય સાધુસાધ્વીઓએ તેમજ ભાવિક શ્રાવકશ્રાવિકાઓએ અને શ્રીસંઘોએ સહકાર આપે તેમને, તેમજ ફેટા લઈ આપનાર જગન્નાથભાઈને, ફેટોગ્રાફર ભેગીભાઈને અને પુસ્તકના માટે બધી રીતે ફેટા બ્લોકે અને તેનું પ્રિન્ટીંગ વગેરેની અનુકૂળતા કરી આપનાર ક્રીએટીવ પ્રીન્ટર્સ પ્રા. લિ. ના વ્યવસ્થાપક બચુભાઈ ચુનીલાલ શાહ તથા પ્રેસના માલિકને તેમજ પાછલે ભાગ છાપી આપનાર શ્રી પાર્શ્વ પ્રિન્ટર્સના જશવંતલાલ ગિરધરલાલ શાહને, તથા શ્રીમાન વિનોદચંદ્ર વામનરાવ ઓઝા (આફ્રિકાના સાયન્સ રિટાયર્ડ પ્રિન્સીપાલ) વલસાડવાળાને, તથા નવસારીના રિટાયર્ડ શિક્ષક રતિલાલ છગનલાલ શાહ કે જેમણે કેટલુંક મેટર વાંચી આપ્યું છે, અને આ ગ્રંથ ઈગ્લીશમાં પણ કરી આપ્યો છે, તેઓ બધાનો હું આભારી છું.
ખરેખર આ ગ્રંથ બહાર પાડવાને મુનિ પ્રમેદસાગરજીને ખુબ ઉમંગ હતો. તેથી આ ગ્રંથ આરંભાયે ને તેમના ઉમંગના આધારેજ પૂર્ણતાને પહોંચ્યા. તીર્થનાથ શ્રી આદીશ્વરદાદાની તે અંતર સહાયતા તે હોય જ તેમજ ધ્યાનસ્થસ્વર્ગત આગમ દ્વારકશ્રીના પુણ્ય પ્રતાપે મેં અલ્પમતિવાળાએ આ ગ્રંથ પૂર્ણ કર્યો છે.
આમાં ફેટાઓની વાત તે પૂર્વે જણાવી ગયા છીએ એટલે તે અત્રે કહેવી નથી. આ ગ્રંથ લખવામાં જેમ્સ બર્મોન્સનુ શત્રુંજય, શ્રી શત્રુંજય માહાત્મ્ય (જૈનપત્રનું કરેલું પ્રથમ ભાષાંતર), આત્મ રંજન-ગિરિરાજ શત્રુંજયનાભિનંદનજિર્ણોદ્ધારપ્રબંધ, શત્રુંજય તીર્થોદ્ધારપ્રબંધ
XIV
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org