SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા જુદી જુદી ટ્રકોના નામને ઉદ્દેશીને આજે પણ નવાણું નામ શ્રી વીરવિજયજી મહારાજ પૂજામાં જણાવે છે. તે આ પ્રકારે – ૧ શત્રુંજયગિરિ, ૨ બાહુબલી, ૩ મરુદેવી, ૪ પુંડરીકગિરિ, પ રેવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ–તીર્થરાજ, ૮ ભગીરથ, ૯ સિદ્ધક્ષેત્ર, ૧૦ સહસકમલ, ૧૧ મુક્તિનિલયગિરિ, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટ, ૧૪ ઢંક, ૧૫ કદંબગિરિ, ૧૬ લેહિતધ્વજ, ૧૭ તાલધ્વજ, ૧૮ સુરપ્રિય, ૧૯ પુણ્યરાશી, ૨૦ મહાબલ, ૨૧ દઢશક્તિ, ૨૨ શતપત્ર, ૨૩ વિજયાનંદ, ૨૪ ભદ્રકર, ૨૫ મહાપીઠ, ર૬ સુરગિરિ, ૨૭ મહાગિરિ, ૨૮ મહાનંદ, ૨૯ કર્મસૂદન, ૩૦ કેલાશ, ૩૧ પુષ્યચંદ્ર, ૩ર જયંત, ૩૩ આનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ, ૩૬ શાશ્વતગિરિ, ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાજશ, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ, ૪૨ દુઃખહર, ૪૩ મુક્તિરાજ, ૪૪ મણિકાન્ત, ૪૫ મહિધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંદધર, ૪૮ પુષ્પકંદ, ૪૯ જયાનંદ, પ૦ પાતાળમૂળ, પ૧ વિભાષ, ૫ર વિશાલગિરિ, ૫૩ જગતારણ, ૫૪ અકલંક, ૫૫ અકર્મક, ૫૬ મહાતીર્થ, ૫૭ હેમગિરિ, ૫૮ અનંતશક્તિ, ૫૯ પુરુષોત્તમ, ૬૦ પર્વતરાજ, ૬૧ જાતિરૂપ, દર વિશાલભદ્ર, ૬૩ સુભદ્ર, ૬૪ અજરામર, ૬૫ ક્ષેમકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણકંદ, ૬૮ સહસ્તપત્ર, ૬ શિવકરુ, ૭૦ કર્મક્ષય, ૭૧ તમાકંદ, ૭૨ રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહાદેવ, ૭૬ સુરકાંત, ૭૭ અચલ, ૭૮ અભિનંદ, ૭૯ સુમતિ, ૮૦ શ્રેષ્ઠ, ૮૧ અભયકંદ, ૮૨ ઉજવલગિરિ, ૮૩ મહાપદ્મ, ૮૪ વિશ્વાનંદ, ૮૫ વિજયભદ્ર, ૮૬ ઇદ્રપ્રકાશ, ૮૭ કપદી, ૮૮ મુક્તિનિલય, ૮૯ કેવળદાયક, ૯૦ ચર્ચગિરિ, ૯૧ જયકમલ, ૨ સૌદર્ય, ૯૩ યશધર, ૯૪ નીતિમંડણ, ૫ કામુક, ૯૬ સહજાનંદ, ૯૭ મહેન્દ્રધ્વજ, ૯૮ સર્વાર્થસિદ્ધ. પ્રિયંકર. ૧૦૮ યાત્રા કેમ? શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વ નવાણુંવાર આ ગિરિરાજ પર પધાર્યા છે પણ યાત્રાળુઓ હ્ના બદલે ૧૦૮ જાત્રા કરે છે. તેમાં પણ ગમે ત્યારે ૧૦૮ પ્રદક્ષિણા દેવા પૂર્વક, એક દુહો બેલીને (૧૦૮) ખમાસમણ દે છે. તેથી તે દુહા અત્રે સામાન્ય અર્થ સાથે આપીએ છીએ. તેના કર્તા કલ્યાણસાગર સૂરિના શિષ્ય સુજશ છે. આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહનીશા પરમાતમ પરમેસરુ, પ્રણમુ પરમ મુનીશ ૧ ખમા ! જ્યાં ઘડપણ નથી, જ્યાં મરણ પણ નથી, જ્યાં હંમેશાં ઓછું ન થાય એવું સુખ છે, (૧૬૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy