________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા વધશે. માટે તમો આ તીર્થ પર સ્થિરતા કરે.” આથી શ્રીપુંડરીક ગણધર પિતાના પરિવાર સાથે સ્થિરતા કરે છે. છેલ્લે એક માસનું અણસણ કરીને પાંચકેડી મુનિની સાથે ચિત્રી પૂર્ણિમાના દિવસે મોક્ષે જાય છે. આ કારણથી આ ગિરિરાજનું પુંડરીક ગિરિરાજ એવું નામ પડે છે. માટે રોજ સવારે ઊઠીને મન, વચન, કાયાથી તે ગિરિરાજનું ધ્યાન કરવું જોઈએ. (ખમા૦૨).
વીસ કેડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ |
એમ અનંત મુફતે ગયા, સિદ્ધક્ષેત્ર તેણે નામ લા (સિદ્ધા૦૩) પાંડવો અને કૌરવો કાકા કાકાના ભાઈઓ, મહાભારતના ભયંકર યુદ્ધમાં ઊતર્યા. ભયંકર સંગ્રામ થયા. મહાશિલા કંટક અને રથમૂશળ વગેરે ભયંકર સંગ્રામે થયા. અસંખ્ય જનને સંહાર થયો. અંતે પાંડવો જીત્યા. રાજવી થયા. પણ કરેલો સંહાર અંતરમાં ડંખી રહ્યો છે. અંતે રાજ્ય વ્યવસ્થા કરે છે. આ બાજુ જરાકુમારના બાણથી શ્રીકૃષ્ણના મરણને જાણે છે. આત્મા કકળી ઊઠે છે. એટલે સંયમ માટે તૈયાર થાય છે. વીસકોડની સાથે પાંચ પાંડવ, કુંતી માતા અને દ્રૌપદી સંયમ અંગીકાર કરે છે. પાંડવો સંયમ અંગીકાર કર્યા પછી અભિગ્રહ કરે છે કે “નેમિનાથ પ્રભુ ભગવાનને વંદન કર્યા પછી જ આહાર પાણી લેવા. ત્યાર પછી સમાચાર મળે છે કે શ્રી નેમિનાથ ભગવાન મેક્ષે પધાર્યા. એટલે એમને અભિગ્રહ આહાર પાણી ન લેવાનો હતો તે તે હવે કાયમ રહ્યો. એટલે એમણે ગિરિરાજ ઉપર અનશન અંગીકાર કર્યું. એવી રીતે એ તીર્થ ઉપર અનંતા ક્ષે ગયા છે. આથી આ ગિરિનું નામ સિદ્ધક્ષેત્ર એવું પણ પડ્યું. (ખમા૦૩)
અડસઠ તીરથ ન્હાવતાં, અંતરંગ ઘડી એક ! dબી જલ સ્નાન કરી, જાગ્યે ચિત્ત વિવેક ૧ના ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ |
અચલપદે વિમલા થયા, તણે વિમલાચલ નામ ૧૧ાસિષ્ઠા ચંદ્રશેખર વગેરે રાજાઓ, દુનિયામાં કહેવાતાં અડસઠ તીર્થમાં શુદ્ધિને માટે ફર્યા અને આ તીર્થે નહાતાં અંતરંગ ઘડી એક એવી આવી કે એક તુંબડી પાણીથી નહાતાં આત્મામાં વિવેક જાગે અને તે વિવેક જાગતાં અચલ એવાં કર્મના કઠિન મળને ચલાયમાન કર્યો અને આ અચલ=પર્વત ઉપર પોતે જે નિર્મળતા કર્મની કરવા માંગતા હતા, તે નિર્મળતા પ્રાપ્ત કરી ને મોક્ષે ગયા. આથી આ તીર્થનું વિમલાચલ એવું નામ પડયું. (ખમા૦૪)
(૧૫૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org