________________
પુરવચન
સફેદ આરસમાંથી બનાવેલી પ્રતિમા કલાના અદ્ભુત નમૂનો છે. શત્રુંજય ઉપરનું આ સૌથી પુરાણું શિલ્પ સેલ’કીકાલના કમનીય નમૂના છે. આદીશ્વરના મુખ્ય મંદિર સાથે જોડાયેલા અંધારિયા એરડામાં આ મૂતિ હેાવાથી જનસામાન્યથી અજ્ઞાત રહી છે. પ્રતિમાસન ઉપર સંવત ૧૦૬૪ના લેખ છે. લાંબી જાડી દાંડી સાથેના પૂર્ણ ખીલેલા પદ્માસન ઉપર ધ્યાનમુદ્રામાં બેઠેલી પુંડરિક સ્વામિની સ્મૃતિ પશ્ચિમ ભારતમાંનાં શિલ્પામાં મનેહર નમૂના છે. (જુઓ ચિત્ર ન. ૧૨૮)
ખીજી ધ્યાનાકર્ષક પ્રતિમા સરસ્વતીની છે. દાદાજીની ટૂંક ઉપર સીમંધર સ્વામીના મંદિરમાં જૈનદેવી સરસ્વતીનું આ શિલ્પ ત્રિભંગમાં ઊભેલુ છે. બન્ને બાજુ એક એક અનુચરી શાલે છે. ચૌદમી સદીની આ પ્રતિમા સરસ છે.
આ. કંચનસાગરજી મહારાજે પ્રસ્તુત પ્રકાશનને અદ્યતન સામગ્રીથી મઢયુ છે. ગ્રંથની સમગ્ર રજૂઆત ભાવવાહી અને રસપ્રદ છે. આ રજૂઆત એક ભાવુકની છે. વાંચકનું ધ્યાન કથનતત્ત્વ ઉપર અનાયાશે જાય એવી એની લેખનશૈલી છે. જૈન ધર્મની પરિભાષાના વિનિયેાગ વારનવાર કર્યા છે, છતાં એના અર્થા આપ્યા હેાઈ જૈનેતર વાચકને પણ ગ્રંથનું વાચન આકર્ષે છે. મહારાજશ્રીની ઐતિહાસિક દ્રષ્ટિ સતત ડોકાયા કરે છે. ૫૮૬ શિલાલેખાના આમેજ કરેલા પાઠ આનું દ્યોતક ઉદાહરણ છે. એમણે ઉપયેાગેલા સંદર્ભોને વારનવાર તેઓ ઉલ્લેખ પણ કરે છે. આમ તે આ ધામિઁક અને તી વન સ્વરૂપના ગ્રંથ હોવા છતાંય મહારાજશ્રીની શેાધદષ્ટિ અને ઇતિહાસરુચિ આ ગ્રંથમાં ઠેકઠેકાણે જોવી પ્રાપ્ત થાય છે. એકસોચાત્રીસ ફોટાઓ દ્વારા તીવનને સુંદર રીતે મયું છે. છેલ્લા ચૌદ ફાટાને બાદ કરતાં ફોટાઓનેા ક્રમ પણ યાત્રાળુને તીર્થાટન દરમ્યાન ભામિયાની ગરજ સારે છે. મહારાજશ્રીએ અગાઉ આ ગિરિરાજ વિષે પ્રસિદ્ધ થયેલા બધા ગ્રંથાની સૂચિ આપી છે.
આમ આ ગ્રંથ જૈન ધર્માનુઆયીએને માટે તે ઉપયોગી છે પણ જૈન અને જૈનેતર એવા બધા યાત્રાળુઓને માટેય ભેામિયાની ગરજ સારે છે. ઇતિહાસ, પુરાતત્ત્વ, કલા, સ્થાપત્યના ચાહક વિદ્યાથી ઓ અને અભ્યાસીઓ માટેય ગ્રંથનું, ખાસ કરીને અધ્યાત્મ અને અંતભાગનું, મૂલ્ય ખસૂસ છે. આમ, આવા સર્વગ્રાહી બૃહત્ચથ પ્રજાપ્રત્યક્ષ કરવા સારુ આ. શ્રીકંચનસાગરજીના આપણે ઋણિ છીએ જનસામાન્ય આ ગ્રંથને આવકારશે એમાં લેશમાત્ર શકા નથી.
અમદાવાદ
કૃષ્ણજયંતી વિ. સં. ૨૦૩૭
ભાદ્રપદ ૧, શ. સ. ૧૯૦૩
૨૩-૮-૧૯૮૧
Jain Educationa International
XI
For Personal and Private Use Only
ડા. રસેશ જમીનદાર રીડર અને ઈન્ચાર્જ
ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ ગૂજરાત વિદ્યાપીઠ
અમદાવાદ ૩૮૦ ૦૧૪
www.jainelibrary.org