________________
પુરવચન
ચારિત્ર્ય ઉપર ઝોક વિશેષતઃ મૂકાયે, જેને પરિણામે વિશિષ્ટ શૈલીના આદર્શો, એકાન્તપણું, પૂજાઅર્ચનના સ્થાનની આહૂલાદકતા, શાંત વાતાવરણ અને નિર્ણિત વ્યવસ્થાની જરૂરિયાત ઉપર ભાર મૂકો અને તદનુસાર ધામિક ઇમારતની રચના થવા લાગી. આર્થિક સંપન્નતા અને ધર્મદેવની પરંપરાએ ઇમારતને કલાકીય રીતે શણગારવામાં સેનામાં સુગંધનું કામ કર્યું. આથી જેન ઇમારતોનો બાહ્ય દેખાવ મનોહર અને નયનાભિરામ બન્યું. તે આંતરિક સૌંદર્ય પણ શાંતિદા અર્પતું પ્રભાવી બન્યું. પરિણામે જિનાલયેનાં ઔપચારિક અને ભૌતિક લક્ષણોને બાદ કરતાં સમગ્રતયા એમણે જીવતું વાતાવરણ ખડું કર્યું, જે વિશેષતઃ જેનલક્ષણ ગણાયું. કેસર અને સુખડને લેપ, દશાંગ ધૂપ, જુઈનાં ફૂલોને મઘમઘાટ વગેરેએ પણ જિનાલયના વાતાવરણને અનોખી લાક્ષણિકતા બક્ષી.
જગતી, મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, મૂખ્યમંડપ, રંગમંડપ, ભ્રમન્તિકા (પ્રદક્ષિણાપથ), દેવકુલિકા, બલાનક, હસ્તિશાલા વગેરે નાના મેટા વીસ ભાગ જૈનમંદિરમાં જોવા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મંદિરમાં વસેવીસ ભાગ હેવા આવશ્યક નથી. જ્યાં મંદિર સમૂહ હોય છે ત્યાં સંભવતઃ આમાંના મોટાભાગનાં લક્ષણો એક સાથે જોઈ શકાય છે. પરંતુ એકલદોકલ છતાં પૂર્ણ સ્વરૂપના જિનાલયમાં પણ વીસમાંથી ઘણા ખરા ભાગ આમેજ થયેલા જોઈ શકાય છે. આ બધા ભાગોનું વર્ણન અહીં અપેક્ષિત નથી. શત્રુંજય તીર્થ ઉપરના મંદિર સમૂહમાંથી બેએક મહત્ત્વની ઈમારતનું સંક્ષિપ્ત વર્ણન કરીએ. (જુઓ ચિત્ર નં. ૪૪,૪પ વગેરે)
સહુ પ્રથમ ધ્યાનાકર્ષક મંદિર છે મૂલનાયકનું, જે આદિનાથના મંદિર તરીકે ખ્યાત છે. વિમલવસહી ટૂંક ઉપરના આ મંદિરને જીર્ણોધાર કર્માશાહે સંવત ૧૫૮૭માં અને તે પછી તેજપાલ સનીએ સંવત ૧૬૫૦માં કર્યો હતો. અગાઉ આશરે ઈસ્વીસન ૯૬૦માં આ મંદિર બંધાયું હોવાનું મનાય છે. આ મંદિરનું શિખર ખૂબ ઉત્તગ છે. રૂપકલા અને શિલ્પકલાની દ્રષ્ટિએ આ મંદિર ખૂબ આકર્ષક છે. મૂળનાયકની મૂતિ ખૂબ મોટી છે.
- શત્રુંજય ઉપર ચૌમુખ મંદિરે બે છે, એક છે સંવત ૧૬૨૦માં બંધાયેલું ગંધારિયાનું (જુઓ ચિત્ર નં. ૫૭) અને બીજું છે સંવત ૧૬૭૫ માં સ્થપાયેલું ચતુર્મુખપ્રાસાદ (જુઓ ચિત્ર નં. ૮૦ વગેરે). આ બીજું મંદિર ખૂબ ધ્યાનાર્હ છે. આદીશ્વરની સિંહાસનસ્થ બેઠેલી ચારેય પ્રતિમા શિલ્પદ્રષ્ટિએ આકર્ષક અને મનોહર છે. કલામય કેતરણીયુક્ત આ સિંહાસન આરસનું છે.
આ પછી ધપાત્ર જિનાલય છે, અમીઝરા પાર્શ્વનાથનું. વાઘણપોળમાં પ્રવેશતાં આવેલા આ દહેરાસરમાંની મૂર્તિકળા આરસમાંથી બનાવેલી છે, જે ખૂબ જ પ્રભાવશાળી છે. મૂર્તિ ઉપર સાતફણને નાગ સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. મૂર્તિના આસન ઉપર સંવત ૧૭૯૧ને લેખ છે.
બેએક પ્રતિમાઓ ધ્યાનાર્હ છે, જેમાં પ્રથમ તીર્થકર ઋષભનાથના પટ્ટશિષ્ય પુંડરિક સ્વામિની
X
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org