________________
પુરોવચન
છે. વિશ્વમાં કદાચ આવું ગિરિમંદિરનગર મળવું મુશ્કેલ છે. સરૂપ કલાઓની દ્રષ્ટિએ પણ આ મંદિરનગર અભ્યાસીઓને આકર્ષે છે. આમાંનાં કેટલાંક મંદિરે સેલ કીકાળ દરમ્યાન અને મોટા ભાગનાં અર્વાચીન સમયમાં બંધાયેલાં છે. આ બધાં બાંધકામ અને સમારકામની વિગતો વિશેષતઃ તે ચૌલુક્ય અને અનુચૌલુક્ય પ્રબંધ સાહિત્યમાં વિસ્તારથી જોવા મળે છે. અભિલેખે પણ આમાંની કેટલીક માહિતીને સમળે છે. પરંતુ આ બધી ઈમારતને સ્થાપત્યકીય અભ્યાસ અને વ્યવસ્થિત વર્ણન પહેલપ્રથમ ડૉ. જેમ્સ બર્ગે સે એમના ગ્રંથ “શત્રુંજય” (જેમાં તેમણે પિસ્તાલીસ ફટાઓ મૂક્યા છે.) (૧૮૬૯)માં કર્યું છે. અહીંનાં મોટાભાગનાં મંદિરોનું એટલી હદે સમારકામ થયેલું છે. જેને કારણે કલાના ઇતિહાસની દ્રષ્ટિએ એણે મૂલ્ય ગુમાવ્યું છે. ઈતિહાસ-પુરાતત્ત્વની દ્રષ્ટિએ આંચકો અપાવે એવી આ હકીકત છે. આ ઐતિહાસિક મંદિર નગરીનાં પૂર્વકાલીન સ્થાપત્યએ એમની પ્રાચીનતા ગુમાવી છે. આથી ભીંતે, સ્તંભે ઉપરની કેતરણી ઢંકાઈ ગઈ છે, છતાં જે છે તેવાં આ સ્થાપત્યો-મૂતિઓને ધ્યાનપૂર્વક સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવે તે સોલંકી સમયની કલાના વિકાસને સમજવામાં અને તે મિષે ગુજરાતની કલાના સમયાંકનના અભ્યાસમાં આ ઇમારતો સીમાચિહ્ન બની રહે તેમ છે. અહીં તે એ શક્ય નથી પણ આ પર્વતીય મંદિરની કલાને વિગતવાર અભ્યાસ રજૂ કરતું પ્રકરણ હવે પછીની આવૃત્તિમાં આમેજ કરવામાં આવશે તે ગ્રંથના સમગ્રતયા મૂલ્યમાં અનેકગણો ઉમેરો થશે એમાં શંકા નથી.
સામાન્યતઃ કલાનું ધાર્મિક દ્રષ્ટિએ વિભાજન શકય નથી કેમ કે કલાનું કેઈ અંગ પૂરેપૂરું બ્રાહ્મણ, બૌદ્ધ કે જૈન છે એમ સૂચવવું અઘરું છે. આનું મુખ્ય કારણ એ છે કે કલાકાર (પછી તે શિલ્પી હોય, સ્થપતિ હોય કે ચિત્રકાર) પોતે કઈ એક ધર્મ હોય, પરંતુ તે કોઈ પણ ધર્મનાં મંદિરનું નિર્માણકાર્ય સહજભાવે કરે છે. અર્થાત્ સમય અને સ્થળના બંધન વિના કલાકાર વિવિધ ધર્મોનાં મંદિરે માટે કામ કરે છે. આથી જે તે ધર્મની મહત્ત્વની જરૂરિયાત ધ્યાનમાં રાખી શેષ કારીગીરીમાં તે તે પોતાની આવડતને રજૂ કરતો હોય છે. આથી કલાશૈલી મહત્ત્વ ધરાવે છે, નહીં કે ધર્મકલા. એટલે જૈનકલા એમ જ્યારે આપણે શબ્દપ્રયોગ કરીએ ત્યારે એનો અર્થ એટલે જ થાય કે કલાને આ કે તે નમૂને જૈન ધર્માનુયાયી વડે નિર્માણ પામે છે. આ દ્રષ્ટિએ જ શત્રુતીર્થ ઉપરનાં મંદિરોનું કલાની રીતે મૂલ્યાંકન થઈ શકે.
કલાના શૈલીગત વિકાસમાં જૈનધર્મની વિલક્ષણતાઓનું પ્રદાન નેંધવું જોઈએ. ખાસ કરીને કર્મકાંડના વિધિવિધાનની કાર્યસાધકતામાં જૈન ધર્મની ઓછી શ્રદ્ધા, ઉગ્રોટીનું દેહદમન (તપસ્યા કે સંયમ), અંતિમ છેડાના નીતિનિયમ અને આચારવિચારને કારણે આ શ્રમણ ધર્મમાં આશ્રમિક શિસ્ત, વ્યક્તિ-ચારિત્ર્યમાં બ્રહ્મચર્યની કડકાઈ તથા શ્રાવક-શ્રાવિકાઓના
IX
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org