________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
પદની રચના કરીને ચોવીસ તીર્થકર બિરાજમાન કરેલા છે. (પરંતુ પ્રતિમાજી મહારાજના કમને નિયમ નથી. એમ મનાય કે તે વખતે જે પ્રતિમાજી મળ્યા ને માપમાં આવ્યા તે ગ્રેવીસ બિરાજમાન કર્યા.) અહીંયા રાવણ અને મંદરી નાચ કરતાં દેખાડયાં છે. તેમજ ગૌતમસ્વામી મહારાજ ઉપર ચઢતા બતાવ્યા છે. આ મંદિરમાં ગોખલામાં બીજી બીજી પ્રતિમાઓ બિરાજમાન છે. એક અંદર ને એક બહાર એમ આચાર્યની મૂતિ પણ છે. તેની ઉપર લેખ પણ છે. વર્તમાનમાં બીજા લેખો પણ તેમાં નીકળ્યા છે.
ત્યાંથી આગળ ચાલતાં દર્શન કરતાં રાયણ વૃક્ષ આવે છે. ત્યાંથી બહાર નીકળીએ એટલે રાયણ પગલાંની દેરી આવે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. (આ વાત આગળ લખી છે.) અહીં રાયણ પગલાંનું ચૈત્યવંદન કરે છે. પૂર્વ નવાણું વાર શ્રીઆદીશ્વર ભગવાન રાયણવૃક્ષ નીચે સમવસરેલા તેની યાદગિરિમાં પગલાં સ્થાપન થતાં, આથી ૧૬ માં ઉદ્ધારના કર્તા કરમાશાએ સં. ૧૫૮૭ માં આ દેરીમાં દાદાના પગલાં સ્થાપન કર્યા છે. પગલાં જે છે તે ભવ્ય છે અને તેની મને હર ચાંદીની આંગી છે. ( આ દેરીનું વર્ણન પૂર્વે કરી ગયા છીએ.)
રાયણ પગલાંનું ચૈત્યવંદન-ચૈત્યવંદન ચડ્યું શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય પૂર્વ નવાણું ઋષભદેવ, જ્યાં ઠવીયા પ્રભુ પાય | ૨ સૂરજકુંડ સેહામણ, કવડ જક્ષ અભિરામ ! નાભિરાયા કુળમડો, જિનવર કરું પ્રણામ || ૩ |
સ્તવન નીલુડી રાયણ તરૂ તરૂ તળે, સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાય રે, ગુણમંજરી ! ઉજજવલ ધ્યાને ધ્યાઈએ, સુણ બેહીજ મુક્તિ ઉપાય રે, ગુણ શીતલ છાએ બેસીએ, સુણ; રાતડે કરી મન રંગ રે, ગુણ૦ || પૂજીએ સેવન ફૂલડે, સુણ; જેમ હોય પાવન અંગ રે, ગુણ ખીર ઝરે જેહ ઉપરે, સુણ; નેહ ધરીને એહ રે, ગુણo ! ત્રીજે ભવે તે શિવ લહે, સુણ; થાયે નિરમલ દેવ રે, ગુણ પ્રીત ધરી પ્રદક્ષિણા, સુણ; દીએ એહને જે સાથ રે, ગુણ ! અભંગ પ્રીતિ હોય તેહને, સુણ; ભવ ભવ તુમ આધાર રે, ગુણ
૧
૪.
(૧૩૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org