________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દશન
દર્શન કરે છે. આ મંદિર સંઘવી મોતીચંદ પાટણવાળાએ સં. ૧૩૭૫ માં બંધાવ્યું છે. તેની જોડે સમેતશિખરનું દેરાસર છે. તેમાં આઠ દિશામાં થઈને ૨૦ પ્રતિમાજીએ છે. અને નીચે પગલાં છે. એટલે તે સમેતશિખરનું દહેરાસર કહેવાય છે. આ દહેરાસર સં. ૧૭૭૪ માં બંધાવ્યું છે. આ બન્ને દહેરાસર સંલગ્ન છે.
તેની બાજુમાં પક્ષાલને માટે ટાંકું આવેલું છે. ત્યાંથી આગળ ચાલતાં પગલાંનાં દર્શન કરતાં રાયણવૃક્ષ આવે છે. (રાયણવૃક્ષનો મહિમા આ પુસ્તકમાં પૂર્વ વર્ણવ્યો છે. રૂઢિ પ્રમાણે રાયણ વૃક્ષને પ્રદક્ષિણ દેનારો રાયણાં ખાતું નથી.) ત્યાંથી બહાર આવી શ્રીઆદીશ્વર દાદાના પગલાંનાં દર્શન કરી આગળ વધે છે, અને ગણધર પગલાંની બાજુમાં થઈને દર્શન કરતા આગળ વધે છે.
કહેવાતા શ્રીસિમંધર સ્વામીના દેરાસરની બાજુમાંથી વર્તમાનમાં જે નવી સીડી કરી છે, તેની ઉપર થઈને દાદાના દહેરાસર વગેરે ઉપર બિરાજમાન પ્રતિમાજીના દર્શન કરે છે. પાછા વળતાં શ્રીસિમંધર સ્વામીના શિખરમાં ચૌમુખજી મહારાજના દર્શન કરે છે. આ ચૌમુખજી મહારાજ સં. ૧૩૩૭ કે ૧૩૬૧ના અંજનશલાકા થયેલા છે. પછી નીચે ઊતરી જમણે હાથ તરફ જતાં સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથજીના દર્શન કરે છે. અને ગંધારીયાના દેરાસરની બાજુમાંથી આગળ જાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણા શરુ થાય છે.
ત્રીજી પ્રદક્ષિણા સામે પાંચ ભાઈઓના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. પાંચ ભાઈઓએ આ મંદિર બંધાવેલું હોવાથી પાંચભાઈનું મંદિર કહેવાય છે. તેમાં પાંચ પ્રતિમાજી છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૯૬૭માં થઈ છે. વળી સં. ૧૮૬૮ નો એક શિલાલેખ પણ ત્યાં છે. તે લેખ બહારના ગોખલાનો લાગે છે.
ત્યાંથી આગળ શ્રીપુંડરીક સ્વામીના દેરાસરની પૂઠે લાગને દેરાસર છે, ત્યાં દર્શન કરે. બાજુમાં બાજરીયાનું દેરાસર છે. આ દેરાસર પર સં. ૧૯૫૧ ને શિલાલેખ છે. ત્યાંથી આગળ ચાલતાં દાગીના મૂકવાની સુરક્ષિત તિજોરીને રૂમ આવે છે. પછી શ્રીમનાથ ભગવાનના દર્શન કરી આગળ વધાય છે, આગળ ચાલતા રથ મૂકવાના ઓરડાની બાજુમાં દેરાસરમાં દર્શન કરી વીસવિહરમાનના દેરાસરમાં જવાય છે. આ મંદિરના ગભારામાં વીસવિહરમાન છે. અને રંગમંડપમાં ૨૪ ભગવાન છે. ત્યાં દર્શન કરી દેરીઓમાં દર્શન કરતાં આગળ વધે છે. આગળ વધતાં એક ઓરડામાં પ્રતિમાજી છે. અને બીજી દેરીઓ પણ છે. ત્યાં દર્શન થાય. પછી અષ્ટાપદજીના દેરાસરમાં આવે છે. ત્યાં અષ્ટા
(૧૩૦ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org