________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
કારણે છે–તે વિચારીએ. વીજળી જે ગભારામાં આવી હોય અને નાસિકા ખંડિત થઈ હોય એ સંભવ જ નથી. કારણ કે વીજળીને સ્વભાવ પેઠા પછી જે ઉપરથી આવી હોય તે નીચે જાય, અને જે તીરછી આવી હોય તે તરછી નીકળી જાય. આથી જે ઉપરથી આવી હોય તો મંદિરમાં ફાટ પડે. તીરછી આવી હોય તે તીરછી ફાટ પડે. પરંતુ ગભારામાં કઈ પણ જગાએ ફાટ પડેલી નથી. આથી નક્કી માનવું જ પડે કે વીજળી ગભારામાં આવી નથી અને વીજળીથી નાસિકા ખંડિત થઈ નથી. પરંતુ પૂજારી વગેરેના હાથમાંથી કળશ વગેરે ત્યાં અફળાવા વગેરેથી નાસિકા ખંડિત થઈ. આથી પૂજારી વગેરેએ પોતાનો બચાવ કરવા માટે, વીજળીના નામે વાત વહેતી મૂકેલી દેખાય છે.
ઉપર જણાવી ગયા તેમ દાદા શ્રી આદીશ્વર ભગવાનની નાસિકા ખંડિત થઈ માટે નવી ભગવાન બેસાડવા માટે સુરતના શેઠ તારાચંદ સંઘવી ગિરિરાજને સંઘ લઈને આવ્યા. તે સંઘમાં શ્રી આદીશ્વર ભગવાન, બે કાઉસગ્ગીયા અને ભગવાનની પાદુકા સાથે લાવ્યા. ગિરિરાજ પર દાદાના સ્થાને બિરાજમાન કરશું અને અંજનશલાકા પ્રતિષ્ઠા મહત્સવ કરશું, પણ જ્યારે ગિરિરાજ પધાર્યા અને નવા આદીશ્વર બિરાજમાન કરવાને ઉદ્યમ કર્યો, ત્યારે અધિષ્ઠાયકે નિષેધ કર્યો, એટલે કરમાશાના બિરાજમાન કરેલા દાદા કાયમ જ રહ્યા. હવે પ્રશ્ન ઉપસ્થિત થયે કે આ લાવેલા ભગવાન ક્યાં બિરાજમાન કરવા? આથી આ મંદિરના પ્રતિમાજી મહારાજે ઉત્થાપન કરીને અન્ય સ્થળે સ્થાપિત થયા અને નવા આદીશ્વર, કાઉસગ્ગીયા અને પગલાં આ મંદિરમાં સ્થિર કરાયાં. આથી આ નવા શ્રી આદીશ્વરનું દેરાસર કહેવાય છે. આ શ્રીનવા આદીશ્વર ભગવાન આદિ ઉપર કઈ પણ જાતને શિલાલેખ નથી. દર્શન કરનાર પણ સમજી શકે છે કે આવડા ગભારામાં આવડા મોટા બિંબ ન જ હોય, તેથી પુરાણું મંદિરમાં નવા ભગવાન બેસાડ્યા છે એમ માનવું જ પડે. આ મંદિરમાં તે સિવાયની પણ બીજી વસ્તુઓ છે. અહિંથી દર્શન કરીને નીકળીએ એટલે બહાર ચોકીયાળાની બાજુમાં પગલાંઓની દેરીઓ છે, તેની બાજુમાંથી નાના ખાંચામાં થઈને પાછળ જવાય છે. ત્યાં મેરુ આવે છે.
મેરૂ પહેલાં આ મેરૂ જૂને હતો, પણ અમદાવાદના શેઠ માણેકલાલ મનસુખભાઈ શ્રીગિરિનાર અને શ્રી શત્રુંજય ગિરિરાજનો સં. ૧૯૧માં છરી પાળ સંઘ લઈને આવ્યા હતા. તેની યાદગિરિમાં આ મેરૂ ત્રણ ગઢને સફેદ આરસને સુશોભિત નવેસરથી બનાવરાવ્યા છે. તેમાં ચૂલિકા પણ છે અને ચતુર્મુખ ભગવાન પણ છે.
તેના દર્શન કરીને ભમતિમાં આગળ આગળ દર્શન કરતાં કરતાં આગળ વધે છે. પછી રથ વગેરે મૂકવાના સ્થાન આગળથી નીચે ઊતરે છે. પછી સમવસરણના દેરાસરે શ, ૧૭
(૧૨૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org