________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
વિદ્વાનેની ગણતરીએ સં. ૧૩૭૭ ની આસપાસ બંધાવેલું આ મંદિર છે. કુમારવિહાર પાલીતાણામાં હોવાના પંદરમા શતકમાં બે ઉલ્લેખ મળે છે. તે શું આ નહિ હોય? આ મંદિરમાં આદીશ્વરભગવાન છે. મંદિરના મુખ આગળ સુંદર ચેકીયાળું છે. અંદર મંડપ અને ફરતી ચોવીસ દેરીઓ છે. મૂળમંદિર તેમજ ઝરૂખાઓ અને સુંદર ઘાટવિધાનથી આ મંદિર વિભૂષિત છે. તેના ભમતિના બે છેડે, બે ભમતિને મળતા છેડા પર બે મંદિરે છે. મૂળમંદિરને શિખર વગેરે ઘાટ કેરણીય છે. ભમતિના એક મંદિરની એક દીવાલે સુંદર ૧૪ સ્વપ્ન વગેરેની કેરણી છે. કુમારવિહાર” પછી ને હાથીપળની વચ્ચે ગલી છે, તે ગલીમાંથી પાછળ જવાય છે.
સૂર્યકુંડ-સૂરજકુંડ અહી સૂર્યકુંડ છે, જેનો મહિમા ગવાય છે તે. જેના પાણી વડે મહિપાલ રાજાના રોગ ગયા હતા, કુકડે થયેલ ચંદ્રરાજા કુંડના પ્રતાપે ચંદ્રરાજા થયેલ હતું. તે પછી તેની જ બાજુમાં ભીમકુંડ આવે છે. પછી ત્રીજો બહાકુંડ અને ઇશ્વરકુંડ આવે છે. ત્યાં એક દેરી છે. તેમાં શિવલિંગ સ્થાપન કરેલું. આનું કારણ તો એવું દેખાય છે કે, વડીલેએ પૂજારીને તેમના ભગવાનની સગવડ પડે તે માટે ઉદારતા વાપરીને ત્યાં તે દેરી બનાવવા દીધી હશે. સૂર્યકુંડ પર કુકડાનું ચિત્ર અત્યારે વિદ્યમાન છે.
એક વાત-ડાબી બાજુના આ બધા દેરાસર પાછળ મટે ભયંકર ટાંકાં છે. તેનું પાણી પ્રભુજીની પખાલમાં વપરાય છે. આ ટાંકાં કયા હિસાબે બન્યા તે આગળ વિચારીશું.
ટાંકાં અને કુંડ કુંડ પથ્થરને કેરીને બનાવાય છે. તેમાં પાણી નીકળી ન જાય તે માટે એકસાઈ કરાય છે. તે ખુલ્લા હોય છે. તેનું પાણી નહાવામાં ને પીવામાં વપરાય છે. જ્યારે ગિરિરાજ પર મોટાં મોટાં ટાંકાં છે. ટાંકું તેને કહેવાય છે કે જેની ચારે દિશા બરબર મજબૂત હોય છે. તેનું પાણી કેઈપણ દિશામાંથી બહાર ન નીકળે તેવું મજબૂત હોય છે. તેને ઉપરથી બંધ કરી દેવામાં આવે છે, ને એક ઢાંકણાવાળું બારણું ઉપર રખાય છે. પાણી કાઢવું હોય ત્યારે એ બોલાય છે. તેનું પાણી પ્રભુજીની પખાલમાં વપરાય છે. તેમાં પાણી આજુબાજુએથી વરસાદનું તેવા તેવા માર્ગોથી આવે. તેમાં ઊતરવાના પગથિયાં હોતા નથી. પણ કુંડમાં ઊતરવાને માટે પગથિયાં હોય છે.
વાઘણપોળની જમણી બાજુમાં પહેલું દેરાસર કેશવજી નાયકનું આવે છે. તેને બે દરવાજા છે. એક સગાળપોળમાં પડે અને એક વાઘણપોળની અંદર પડે. આ દેરાસર
(૧૧૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org