________________
પુરવચન
આ પુસ્તકના દ્વિતીય ભાગમાં એક ચોત્રીસ ફેટાઓ રજૂ કર્યા છે. ફેટાઓની પસંદગી અને રજૂઆતને કમ યાત્રાળુને ખૂબ જ ઉપયેગી બની રહે છે. અર્થાત્ ફટાઓના કમ પ્રમાણે યાત્રાળુ કોઈનીય મદદ વિના યાત્રાક્રમ ગોઠવી શકે એવી એની રજૂઆત છે. ફેટાઓની પસંદગી વિવિધ દૃષ્ટિકોણથી કરી છે. અગાઉ પ્રસિદ્ધ થયેલા શેત્રુજ્ય વિષેના કોઈ ગ્રંથમાં આટલી વિપુલ સંખ્યામાં ફેટાઓ જોવા મળતા નથી. આથી કેવળ ફેટાઓની દૃષ્ટિએ આ ગ્રંથ સમૃદ્ધ બન્યો છે અને એને અનેરું મહત્ત્વ બક્યું એમ કહેવું જોઈએ. ફેટાઓની પસંદગી ધાર્મિક, ઐતિહાસિક, સરૂપલા વગેરેની દૃષ્ટિએ ઉત્તમ ગણાય, છતાં સામાન્ય જણને પણ આ ફેટાઓ આકર્ષે છે. બધા પ્રકારના અભ્યાસી માટે ઉપયોગી એ આ ગ્રંથને આ દશ્યભાગ છે. પુરાતત્ત્વ અને ઇતિહાસની નજરે પણ આ ભાગનું આગવું મહત્ત્વ પુરવાર થયું છે.
આરંભનાં નવ ચિત્રમાં બેથી ચાર સિવાયના) ગિરિરાજના પ્રાકૃતિક દશ્યને મઢી લેવામાં આવ્યું છે. ચિત્ર નંબર બે મૂળનાયક આદીશ્વરની મૂર્તિનું છે, તે ચિત્ર ત્રણ અને ચારમાં ગિરિરાજના પટ દર્શાવ્યા છે. ચિત્ર દશથી પાલીતાણાથી ગિરિરાજ તરફ જતાં માર્ગમાં શું શું આવે છે તેની વિગત આવરી લેવાઈ છે. આમાં ચિત્ર પંદર-સાળમાં દશ્ય થતું શ્રીવર્ધમાન જૈન આગમમંદિર મહત્ત્વનું છે. અઢારથી બાવીસ સુધીના ફેટા ગિરિરાજના ચઢાણને આવરી લે છે. ચિત્ર તેવીસમાં રામપળને વર્તમાન દરવાજે દર્શાવ્યું છે, જે ગિરિરાજ ઉપરનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. ચિત્ર ચોવીસથી ગિરિરાજના દર્શનને આવરી લીધું છે. ચિત્ર એકાણું સુધી નવેય ટૂંકનાં મંદિરના શિલ્પ-સ્થાપત્યના વિવિધ ભાગોને દર્શાવવામાં આવ્યા છે. ચિત્ર બાણુંથી ગિરિરાજ ઉપરથી ઉતરવાના માર્ગનું દ્રશ્ય બતાવ્યું છે. છેલ્લા તબકકામાં અંશતઃ ચિત્ર નંબર ૧૧રથી ગિરિરાજ દર્શન તળેટીમાંથી કેવું થઈ શકે તેનાં દશ્ય આવરી લેવાયાં છે.
આરંભનાં આઠ ચિત્ર પણ ધ્યાનાર્હ છે. પ્રસ્તુત આવૃત્તિમાં લેખકે પૂણેના દેવીચંદ એન. રાઠોડ તરફથી સંપ્રાપ્ત ચૌદ ફોટાઓ સમાવિષ્ટ કર્યા છે. આથી આચાર્યશ્રીની શોધક–જાગરુક્તાનો પાર પમાય છે. જોકે આ ચૌદ ફેટાઓને સમાવેશ અગાઉના એકસોવીસ ફેટાઓ સાથે સુમેળ સાધતા જણાતા નથી. યાત્રાળુને આથી દિશાસૂચનમાં વિક્ષેપ પડે છે. - ભાગ ત્રીજામાં, ભાગ માં આપેલા, બધા ફેટાઓને કમવાર સંક્ષિપ્ત પરિચય છે. પરિચય એવી રીતે આપે છે કે જેથી જે તે ફેટા અન્તર્ગત ધાર્મિક-અતિહાસિક માહિતી ફૂટ થાય છે. જોકે આ પ્રકરણ આદિભાગના પ્રકરણ એકવીસની થેડિક વિગતને બેવડાવે છે.
આ વિભાગમાં બે પરિશિષ્ટ છે, જેમાંના પ્રથમ પરિશિષ્ટની ઉપયોગિતા નકારી શકાય તેમ નથી, કારણ કે વારંવાર જીર્ણોદ્ધારથી સરૂપ કલાઓને થતાં નુકસાનથી અને તે દ્વારા ઈતિહાસ નિરૂપણમાં ઉદ્દભવતી મુશ્કેલીઓથી સામાન્ય જણની મૂઝવણને દૂર કરવાને એક તરફ જાગરુક
VII
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org