________________
પુરાવચન
મહારાજે શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન” ગ્રંથ વિક્રમ સવત ૨૦૩૫ માં શ્રીઆગમાધારક ગ્રંથમાલા” શ્રેણીમાં ગ્રંથાક ૫૮ તરીકે પ્રસિદ્ધ કરેલા. એ વર્ષની સમયાવધિમાં આ ગ્રંથની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવી પડે એ ઘટના જ આ ગ્રંથની ઉપયાગિતાની દ્યોતક છે.
(3)
“શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન અને શિલ્પ સ્થાપત્યકલામાં શત્રુ ંજ્ય”ની રચના આમ છે : આ ગ્રંથ ચાર ભાગમાં વિભાજિત છેઃ આદિભાગ, દ્વિતીયભાગ, તૃતીયભાગ અને ચતુર્થાંભાગ.
"
આદિભાગનું કાઠું ખાવીસ પ્રકરણેાથી ઉપસાવ્યું છે. પ્રથમ પ્રકરણમાં “શ્રી શત્રુ ંજય લઘુક૫” ભાષાંતર સાથે રજુ થયુ છે. પ્રકરણ છે અને ત્રણમાં “શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય” અને તેને આધારે ધાર્મિક કથાઓનું વિગતે વર્ણન છે. પ્રકરણ એના આરંભમાં આ પત વિષેના અન્ય ગ્રંથાના નામનિર્દેશ છે. પ્રકરણ ચારમાં શત્રુંજય મહાતીર્થના, રાજા ભરતના સમયમાં, થયેલા પ્રથમ ઉદ્ધારથી આરંભી વિક્રમ સંવત ૧૫૮૭માં કરમાશાએ કરેલા સોળમા ઉધ્ધાર સુધીનું વિગતે રસિક વર્ણન છે, જેમાં ધાર્મિક માહિતીના સંદર્ભીમાં ઐતિહાસિક વિગતેનેય વણી લીધી છે. પ્રકરણાંતે આદીશ્વર ભગવાન અને પુંડરિક સ્વામિની મૂર્તિએ ઉપરના લેખાના પાઠ આપ્યા છે. પ્રકરણ પાંચમાં તીર્થાધિરાજ ગિરિરાજની યાત્રાનુ તબક્કાવાર, વ્યવસ્થિત વિગતે વર્ણન છે; જેમાં યાત્રા કઈ રીતે કરવી, યાત્રાના માર્ગ કયેા, યાત્રાની વમાન રીત કઈ, યાત્રા દરમ્યાન ક્યા નીતિનિયમેા પાળવા વગેરે જેવી ધાર્મિક સૂચનાએ ઠેરઠેર સમાવિષ્ટ કરી છે. વચ્ચે વચ્ચે સ્તવન, ચૈત્યવંદના અને થાય સામેલ કર્યાં છે. પ્રસ્તુત ગ્રંથ યાત્રાગ્રંથ હોઈ આ પ્રકરણ ગ્રંથનું મહત્ત્વનું પ્રકરણ બને છે. દાઢ પૃષ્ઠના પ્રકરણ છમાં ગિરિરાજની નવાણું યાત્રાની માહિતી છે, તે ગિરિરાજ શત્રુંજયના વિધવિધ પ્રકારનાં એકવીસ નામેાને નિર્દેષતા શ્લોક અર્થ સહિત પ્રકરણ સાતમાં આપ્યા છે. પ્રકરણ આઠમાં ગિરિરાજના એકસે.આઠ ખમાસમણેા ભાવા સહિત વર્ણવ્યા છે. ગિરિરાજની પાયગાએ(રસ્તાઓ)ની માહિતી એ પૃષ્ઠના નાનકડા પ્રકરણ નવમાં આપી છે. પ્રકરણ દશ, અગિયાર અને બારમાં યાત્રા વિષયક ધાર્મિક માહિતી છ પૃષ્ઠમાં રજૂ કરી છે. ગિરિરાજ ઉપર ઉજવાતા આઠ પર્વાની માહિતી પ્રકરણ તેરમાં આપી છે, તે પ્રકરણ ચૌદમાં અને પંદર તેમ જ સાળમાં શત્રુંજય ઉપર મેક્ષ પામેલાએનાં ઉપલબ્ધ નામેાને નિર્દેશ, ચાતુર્માસની વાત અને પટ જીહારવાની પ્રથા સામેલ કરી છે. પ્રકરણ સત્તરમાં વિક્રમ સંવત ૧૮૪૪માં આ પર્વત ઉપર કેટલાં દહેરાસરા અને પ્રતિમાએ હતાં તેની વિગતા છે. પ્રકરણ અઢારમાં “અતકૃદ્દા”નું ભાષાંતર રજૂ ક્યુ` છે, જેમાં શત્રુંજયના ઉલ્લેખ। વિષ્ણુ ત છે. શત્રુંજય ઉપરની પૂર્વકાલીન-સમકાલીન માહિતીની જાણવા જેવી ચર્ચા પ્રકરણ ઓગણીસમાં કરી છે, તેા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનાં કાર્યાંની વિગતા પ્રકરણ વીસના વણ્ય વિષય છે. પ્રકરણ એકવીસમાં મહત્ત્વનાં સ્થાપત્ય-શિલ્પની સંક્ષિપ્ત માહિતી છે. છેલ્લા પ્રકરણમાં ‘સિદ્ધગિરિસ્તવ”ના પાઠ ભાષાંતર સહિત આપ્યા છે.
VI
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org