________________
પુરવચન
વર્ણનઉપર ધ્યાન આપવું પડે છે. (“મારી કશ્યાત્રા, પ્રસ્તાવના, પૃ. ૧૧)
અલબત જૈન શ્રમણએ લખેલાં તીર્થવર્ણન જૈન ધર્મને કેન્દ્રમાં રાખીને લખાયાં હોવા છતાં તેવા ગ્રંથમાંથી ઇતિહાસોપયોગી વિગતે ઉપલબ્ધ થાય છે. આસપાસ આવેલાં જૈનેતર તીર્થોને મિતાક્ષરી પરિચય પણ કયારેક જોવા મળે છે. તીર્થોને ઈતિહાસ, ભૌગોલિક વર્ણન, સ્થળનામનો પરિચય, ત્યાં આવવા-જવાના માર્ગોનું વર્ણન, વિવાદાસ્પદ વિગતેના સમર્થનમાં વિદ્વાનોનાં મંતવ્ય કે અવતરણો, શિલ્પ-સ્થાપત્ય મંદિરના ફેટાઓ, તીર્થસ્થાન સાથે સંકળાયેલી વિવિધ વ્યક્તિઓની માહિતી વગેરે જેવી બાબતો જૈન સાધુલેખકોની ઇતિહાસ પ્રત્યેની અભિરુચિને સૂચિત કરે છે.
તનમનના શુદ્ધિકરણ માટે માનવજીવનમાં તીર્થોનું માડામ્ય પ્રત્યેક ધર્મો સ્વીકાર્યું છે. જીવનની રોજિંદી ધાંધલ-ધમાલથી દૂર લઈ જઈ આત્મશાંતિ સંપડાવનાર તીર્થયાત્રા કે તીર્થ સ્થાનોની મુલાકાત એક અમોલ ઔષધિ છે. ભારતીય સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું માહાસ્ય અનેરું છે. બધા લોકોમાં તીર્થસ્થાનનું મૂલ્ય સરખું છે. આથી ભારતમાં બધા ધર્મોના ભક્તોએ-સાધુઓએ તીર્થોના વિકાસમાં ફાળો આપે છે. પેઢી દર પેઢી ભક્તો તીર્થોના શણગારને વધારતા જાય છે. ટૂંકમાં તીર્થસ્થાન હંમેશા વિકસતી પ્રક્રિયા રહી છે.
તીર્થોનો આરંભ માનવીના પ્રથમ વસવાટની સાથે સ્વાભાવિક રીતે થાય છે. આથી માનવ સંસ્કૃતિના ઇતિહાસને જાણવા તીર્થોને અભ્યાસ ઉપયેગી નીવડે છે. શ્રમણો, સાધુઓ, સંતે અને ત્રષિઓના બ્રમણવૃત્તાંતમાંથી તીર્થોનું માહાસ્ય વધ્યું એમ કહી શકાય.
આમ તે, બધા ધર્મોમાં તીર્થયાત્રાનું અદ્વિતીય મહત્વ પ્રસ્થાપિત થયું છે, છતાં જૈન ધર્મના શ્રમણ સંઘે ચાતુર્માસના વસવાટની વિલક્ષણ પ્રક્રિયાને કારણે અને શ્રાવકસંઘે આર્થિક સંપ્રાપ્તિથી પ્રેરાઈને તીર્થોની જાળવણી અને નવરચનામાં ખૂબ જ ઉમદા ફાળો આપ્યો છે તે સ્વીકારવું જોઈએ. આ પ્રવૃત્તિ એમણે ધર્મભાવનાથી જ કરી છે, જેમાં ઇતિહાસ કે પુરાવસ્તુકીય દષ્ટિને અભાવ વર્તાય છે, કારણ કે નવી પ્રતિમાઓની પ્રતિષ્ઠા સમયે અગાઉની ખંડિત મૂતિઓ અપૂજ ન રાખી શકાય તેથી તેને સંગ્રહ કરવાને સ્થાને સમુદ્રાદિમાં ભંડારાય છે. પરંતુ અખંડિત મૂર્તિઓની પુન: પ્રતિષ્ઠા કરવાની પરંપરા સાચવી હોવા છતાંય ઇતિહાસનિરૂપણની દષ્ટિએ એમની આ ધર્મભાવના વિઘાતક પુરવાર થઈ. આર્થિક સક્ષમતાને કારણે મંદિરના અવારનવાર થતા જીર્ણોદ્ધારે પણ ઇતિહાસ સામગ્રીને નષ્ટ કરવામાં ફાળો આપ્યો છે. આમ ઇતિહાસના ભાગે તીર્થોની નવરચના દ્વારા ધર્મના સાતત્યને સાચવવાનો એમને પ્રયત્ન વિશિષ્ટ ઉત્સાહનું જ પરિણામ ગણી શકાય.
આ ભૂમિકાના સંદર્ભમાં આ ગ્રંથને સત્કારતાં આનંદ થાય છે કે પૂ.આ. કંચનસાગરજી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org