SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન છરીપાળતી યાત્રા છરી પાળતા સંઘની યાત્રાનું જ મહત્ત્વ છે. પગપાળા જે યાત્રા તે આત્મકલ્યાણનું જ સાધન બને છે, તેવું વાહનની યાત્રાથી બનતું નથી. જો કે યાત્રા તે લાભ આપે છે, પણ છ'રી પાળતા-પગપાળાની યાત્રામાં કાયા તીર્થ તરફનાં પગલાં ભરે છે, મન તીર્થની ભાવનામાં રહે છે, અને વચન તે બન્નેને અનુકૂળ વર્તે છે. આ આત્મ ઉદ્ધારને સુંદર લાભ પગપાળા યાત્રામાં છે. આથી જ છરી પાળતા સંઘની મહત્તા છે. આ અવસર્પિણીમાં પ્રથમ સંઘપતિ અષભદેવ ભગવાનના ઉપદેશથી ભરત મહારાજ હતા. તે પછી તે તે સમયમાં તેવા તેવા પુણ્યવાન પુરુષોએ સંઘે કાઢયા અને આત્મસાધનાનું ભાથું બાંધ્યું. યાવત્ મહાવીર ભગવાનના શાસન સુધી. મહાવીર મહારાજના શાસનમાં જે થોડા ઘણું નામે પ્રચલિત છે, તે આ પ્રમાણે છે. શ્રીસિદ્ધસેન દિવાકર સૂરિથી પ્રતિબોધ પામેલ વિકમરાજા, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યથી પ્રતિબધ પામેલ કુમાળપાળ મહારાજ, શ્રેષ્ઠિ આભૂસંઘવી, સાધુપેથડશા, મંત્રી–વસ્તુપાળ તેવી રીતે અનેક પુણ્યવાન પુરુષોએ છરી પાળતા સંઘ કાઢયા. વીસમી સદીનાં પણ ડાં નામે-રાધનપુરવાળા શેઠ ગિરધરલાલ ત્રિકમલાલ, શેઠ જીવાભાઈ પ્રતાપસી, સુરતના શેઠ જીવણભાઈ, અમદાવાદના સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ, જામનગરના શેઠ પોપટલાલ ધારશી રા, શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ વેરા, વગેરે અનેક પુણ્યવાનું પુરુષોએ સંઘ કાઢયા. ૨૦૩૩ માં આ. ભ. શ્રીવિજયપ્રતા૫ સૂરીશ્વર મહારાજ આદિના ઉપદેશથી મુંબઈથી ગિરિરાજને સંઘ કાઢક્યો હતો. કલકત્તાથી શ્રી શત્રુંજય ગિરિરાજનો સંઘ નીકળે. એમ અનેક પુણ્યવાન પુરુષોએ શ્રી શત્રુંજય ગિરિરાજ આદિના છરી પાળતા સંઘ કાઢયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ વગેરે પ્રદેશોથી પણ પુણ્યવાન્ પુરુષેએ ગુરુમહારાજના ઉપદેશથી ગિરિરાજના સંઘ કાઢયા છે. વળી વર્તમાનમાં પણ છરી પાળતા સંઘે નીકળે છે. અને વાહણના વ્યવહારવાળા અનેક સંઘે નીકળે છે. ગિરિરાજના ચઢાણમાં ડોળીને પણ ઉપયોગ કરે છે, પણ છરી પાળવાવાળા પુણ્યવાને તે ચાલીને જ યાત્રા કરે છે. ભૂતકાળમાં, રેલ્વે થઈ તે પહેલાં પણ, ઘણાએ પુણ્યવાન સંઘને છરી પાળતા લાવ્યા હશે, અને અત્યારે પણ લાવે છે. પૂર્વમાં રેલવે માર્ગ શરૂ થતાં, યાત્રિકોએ રેલ્વે માગે પણ આવવાનું શરૂ કર્યું. સેનગઢ ઊતરતા અને ત્યાંથી આવતા. પાલીતાણા સ્ટેટની હદ શરૂ થતાં પાલીતાણા સ્ટેટ રક્ષણ આપતું અને પાલીતાણા આવતા. (૧૦૦) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy