________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
દાદા શ્રી આદીશ્વર આ અવસર્પિણી કાળમાં આ તીર્થની આરાધના શ્રી આદીશ્વર ભગવાને દેખાડી.
શ્રી આદીશ્વર ભગવાન તે સૌમાં પ્રથમ. વડીલ તીર્થકર અને પૂજ્ય હોવાથી, “દાદાના નામથી સંબોધાય છે.
ભૂમિની પવિત્રતા છે, પણ ભૂમિ અને પ્રતિમા બન્ને સાથે હોય તે, તે વધારે ભાવને કરાવનાર છે. આથી શ્રી શત્રુંજય ગિરિરાજ પર દહેરાસર બાંધવાને “આદ્ય ઉપદેશમાં પ્રથમ ઉપદેશ શ્રી આદીશ્વર પ્રભુએ કર્યો. આથી આદિદેવ, પ્રથમ તીર્થકર, પ્રથમજિન, શ્રીષભદેવ ભગવાનને દાદા એવા ટૂંકા નામથી બોલાય છે. આદીશ્વરદાદા એમ પણ બેલાય છે.
પૂર્વ નવાણુંવાર આવા શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા તે અવશ્ય કરવી જ જોઈએ. પ્રથમ તીર્થકર આ ગિરિરાજની પવિત્રતાથી પિતાના દીક્ષા પર્યાયમાં, પૂર્વનવાણુંવાર ફાગણ સુદ ૮ ના આતપર-આદિત્યપુરથી, ઘેટીની પાયગાથી પધાર્યા હતા. પ્રથમ મંદિર આ ગિરિ ઉપર ભરત મહારાજાએ બંધાવ્યું હતું.
કારણ કે ઉત્સર્પિણી કાળના પાછલા ભાગમાં ગિરિરાજ ઉપર મંદિર ન હોય, તે પછી અવસર્પિણી કાળના પૂર્વ ભાગમાં ન હોય, તેથી ઋષભદેવ પ્રભુના ઉપદેશથી મંદિર બન્યાં.
આવા ગિરિરાજ પર ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ભરત મહારાજે મંદિર બંધાવ્યાં.
આવા પરમપાવન તીર્થાધિરાજની યાત્રા તે કરવી જ જોઈએ. આથી તીર્થકરે પણ ગિરિરાજની યાત્રાનો ઉપદેશ આપે છે.
યાત્રા કરવા કઈ રીતે અવાય? પૂર્વ કાળમાં અને વર્તમાનકાળમાં છરી પાળતા સંઘે કાઢતા અને યાત્રાએ આવતા. તેમજ છૂટા, છૂટા પણ યાત્રાએ પધારતા.
પૂર્વકાળમાં અને વર્તમાનકાળમાં જે જે પ્રદેશમાં થઈને યાત્રિકે પસાર થતા તેમની પાસે થોડું રક્ષણ હોય તે પણ તે તે પ્રદેશના માલિકે સંઘને પિતાના પ્રદેશમાં રક્ષણ આપતા. આ રીતે રક્ષિત થઈને યાત્રાએ આવતા અને રાજયથી પણ રક્ષણ પામતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org