________________
FR565
પ્રકરણ ૫મું શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા શ્રીઆદીશ્વર દાદાની યાત્રા
તબક્કો પહેલે તીર્થ ચાર પ્રકારના હોય છે, જેમકે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તીર્થ એટલે કે તારે તે તીર્થ.
આ ગિરિરાજ તારનાર છે, આથી તે તીર્થ કહેવાય. પર્વતને જે રાજા-પૂજનિક તે ગિરિરાજ, તીર્થના-ગિરિરાજના દેખાડનાર તે શ્રી આદીશ્વરદાદા. નામતીર્થ તેને કહેવાય કે-જે તારનાર એવા તીર્થનું જે નામ હોય તે નામતીર્થ. જેમકે શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ વગેરે. તેને જે આકાર હોય તે “સ્થાપના તીર્થ-પટ વગેરે, નદીના ઓવારા વગેરે તરવાના સાધન તરીકે હોવાથી તીર્થ કહે છે, પણ તે દ્રવ્યતીર્થ” કહેવાય. જે તીર્થ સંસાર સમુદ્ર તરવાનું કારણ હોય તે “ભાવતીર્થ” કહેવાય. તે શત્રુંજય, ગિરનાર વગેરે. આવી રીતે ચારે પ્રકારનું તીર્થ કહેવાય. તેમાં શ્રી શત્રુંજય ગિરિરાજ સર્વશ્રેષ્ઠ તીર્થ છે. ભાવતીર્થ છે. કારણ કે તેની પાવનભૂમિ ભવ્યને સંસાર સમુદ્રમાંથી તરવાના ભાવને ઉત્પન્ન કરે છે. આવા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા
ગિરિરાજ જ્યારે છરી પાલતા યાત્રાએ જવા નીકળીએ. અને ચાલતાં ચાલતાં જ્યાં ગિરિરાજ દેખાય ત્યાં ગિરિરાજને સેનારૂપાના ફૂલ વગેરેથી વધાવે. વળી તીર્થનાં દર્શન થાય, આથી તીર્થદર્શને ઉપવાસ કરે જઈએ. એટલે ઉપવાસ કરે પછી આગળ પ્રયાણ થાય.
(૯૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org