________________
શ્રીશત્રજય મહાતીથના ઉદ્ધાર
દરેક કારીગરને સેનાની જનોઈ, સેનાની મુદ્રિકા, સોનાને બાજુ બંધ, સેનાના કુંડલ, અને સેનાના કંકણ તથા કિંમતી અલંકારે મજુરી ઉપરાંત આપ્યા. સાધર્મિકોને ઉચિત ધન, વસ્ત્ર, અશન, પાન, વાહન આપી મીઠાં વચનોથી સૌનું સન્માન કર્યું. પૂજ્ય આચાર્ય મઠ આદિ સઘળા સાધુ સાધ્વીજીઓને કાંબળ, વસ્ત્ર, પુસ્તક વગેરે જરૂરિયાત પ્રમાણે ધર્મોપકરણ વહેરાવી ભક્તિનો લાભ લીધો.
આ રીતે સૌ કોઈનું સુંદર રીતે સન્માન કરી પિતા-પિતાના સ્થાને જવાની રજા આપી.
મૂળ નાયક ભગવંતના ક્ષણવાર દર્શન કરવાને સો રૂપિયાને કર તે વખતે રાજાને આપ પડતું હતું તે માફ કરાવવા માટે કરમાશાએ રાજાની આગળ સેનાને ઢગલે કરી રાજાને અર્પણ કર્યો. ત્યારથી રાજાએ કર લેવાને બંધ કર્યો. (અકબર બાદશાહના વખતમાં શત્રુંજયની યાત્રાને સેનાને ટાંક લેવાતા હતા તે શ્રીહીરસૂરિમના ઉપદેશથી બંધ થયો હતો.)
કરમાશાએ શ્રી શત્રુંજયતીર્થને ઉદ્ધાર કરવા પાછળ અઢળક દ્રવ્યને સદ્વ્યય કર્યો હતો. ઉદ્ધારમાં સવા કરોડ દ્રવ્યને વ્યય કર્યો અને પ્રતિષ્ઠા વગેરેને ખર્ચ તે જુદે. કેવી ઉદારતા અને પ્રભુ પ્રત્યે કેવી પ્રેમ-ભક્તિ હશે? આ રીતે ઉદ્ધાર માટેના ખર્ચમાં તેમણે પાછું વાળીને જોયું નહિ. ધન્ય હો આવા ધર્મવીરોને.
હાલમાં ગિરિરાજ ઉપર જે મૂર્તિ બિરાજમાન છે, તે કરમાશાએ પ્રતિષ્ઠિત કરેલી છે અને મંત્રી વસ્તુપાલે મંગાવી રાખેલી જે આરસની શિલા હતી તેમાંથી મૂર્તિ બનેલી છે. હાલમાં દર વર્ષે વિશાખ વદ ૬ ના દિવસે મૂળનાયક ભગવંત આદિનાં શિખર ઉપર ધ્વજા ચઢાવવામાં આવે છે અને સ્વામિવાત્સલ્ય થાય છે.
આ પ્રમાણે પાંચમા આરામાં મોટા ઉદ્ધારમાં આ ચેશે ઉદ્ધાર છે. નાના-મોટા તે સેંકડે ઉદ્ધારે આ તીર્થ ઉપર થઈ ગયા છે અને હજુ થશે.
આજે જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે તે કરમાશાએ બેસાડેલી છે. હાલમાં મૂલનાયક ભગવંતનું જે મંદિર છે તે બાહડમંત્રીએ કરાવેલ છે. તેમાં નુકસાન પહોંચેલા ભાગને જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. દર વરસે વિશાખ વદ-૬ ના દિવસે વરસગાંઠ ઉજવાય છે.
છેલ્લે ઉદ્ધાર-૧૭મે ઉદ્ધાર આ અવસર્પિણીમાં છેલ્લો ઉદ્ધાર શ્રી દુષ્પસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે.
શ, ૧૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org