________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
યાત્રાના મા
પહેલાનાં વખતમાં યાત્રાના માર્ગ ઘૂંટી આતપુરના રસ્તા હતા, પણ વર્તમાનકાળમાં પાલીતાણા ‘જયતલાટી'થી રસ્તા ચાલે છે, એટલે પાલીતાણા આવી ધર્મશાળાઓમાં ઊતરી યાત્રા કરે છે.
વળી વર્તમાનકાળમાં પાલીતાણા સ્ટેશન થતાં, વાહનવ્યવહારવાળા શિહેારથી ગાડી બદલી ટ્રેનમાં પાલીતાણા સ્ટેશને આવે છે. ધમ શાળામાં ઊતરે છે અને ગિરિરાજની યાત્રા કરે છે.
પૂર્વકાળની અને વત માનકાળની તલેટી
પૂર્વ કાળમાં પહેલી ‘ વડનગર ’ તલાટી હતી. પછી બીજી તલાટી વળાથી થઈ. તે પછી કાળબળના પ્રતાપે આદપુરથી થઈ, ચેાથી તલાટી પાલીતાણાની થઈ, અને હાલમાં એટલે પાંચમી તલેટી ‘જયતલેટી’ થઈ. આ અત્યારે પ્રચલિત છે,
જામવાળીના દરવાજા બહાર, નટ્ઠી કિનારે, ગાડીજીનાં પગલાં છે.
રસી દેવરાજની ધર્મશાળાની બાજુમાં રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનનાં પગલાં છે. તેને પણ જૂની તલેટી કહે છે.
બીજી પણ જાની તલેટી
વળી કંકુબાઈની ધર્મશાળા પાસે જૂની તલેટીન એટલેા કહેવાય છે, તેની ઉપર શ્રીઆદીશ્વર ભગવાન, શ્રીગૌતમસ્વામી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે, તેને જૂની તલેટી કહે છે પણ વર્તમાનકાળમાં, જયતલેટી જે કહેવાય તે અત્યારે મુખ્ય ગણાય છે. આ રીતે ગિરિરાજની યાત્રામાં તલેટી-તળિયું', જયાંથી ગિરિરાજની શરુઆત તે ‘તલેટી.’
યાત્રાની વર્તમાન રીત
ધમ શાળા અને ચૈત્યા. ટ્રેનમાં પાલીતાણા સ્ટેશને આવ્યા. ત્યાં જૈન ગુરુકુળ છે. ત્યાં મદિર છે. આગળ સડકે થઇને ગામમાં આવવા નીકળીએ. માર્ગમાં પુલ નજીક દિગંબરની ધર્મશાળા અને મંદિર આવે છે. પછી પુલ આવે, અને પછી પાલીતાણા નગર શરૂ થાય.
.
* અત્રે કેટલીક જગા પર ‘ આત્મરજન—ગિરિરાજ-શત્રુ ંજય ' ( લે. તેમચંદ જી. શાહ ) અને · શ્રીસિદ્ધાચલનું વર્તમાન વર્ણન ' (લે. મેાહનલાલ રૂગનાથ )ના ઉપયોગ કર્યા છે.
(૧૦૧ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org