________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
દિલ્હીના બાદશાહ તરફથી અલપખાનને ઘણી મુશ્કેલીઓ આવી હતી. પણ એક વચનને ખાતર બહાદુરીથી બધી મુશ્કેલીઓ અલપખાને દૂર કરી હતી અને જીર્ણોદ્ધારના કાર્યમાં કોઈ આંચ ન આવે તે માટે બહેરખાનની સરદારી નીચે ચૂનંદા સૈનિકે મોકલ્યા હતા.
જ્યાં જ્યાં સંઘના મુકામ થતા ત્યાં ત્યાં સૌને જમવાની છુટ હતી, તે માટે અન્નસત્ર રાખવામાં આવ્યાં હતાં અને ઉર્દોષણું કરવામાં આવતી કે જે કઈ ભૂખ્યા હોય તે અહીં આવીને ભજન કરી જાવ.” દરેક ગામમાં દીન–અનાથ અને જીર્ણોદ્ધાર વગેરે જેમાં જેમાં જરૂર હોય તેમાં ઉદારતાથી દાન આપતા હતા.
ગામે ગામ સંઘને સુંદર સત્કાર થતો હતો, પાટણથી નીકળી શેરીસા, અમદાવાદ, સરખેજ, ધોળકા, વગેરે સ્થળોએ મુકામો કરી સંઘ પીપરાળી ગામે આવ્યા. ત્યાંથી શ્રીગિરિરાજનાં દર્શન થતાં, ત્યાં ગિરિરાજને સેના-રૂપા મોતીડેથી વધાવ્ય અને મહત્સવ કર્યો. અનુક્રમે સંઘ પાલીતાણા આવી પહોંચ્યો. તે સમયે મોટાભાઈ સહજપાલ દેવગિરિથી અને સાહસિંહ ખંભાતથી સંઘ લઈને આવી પહોંચ્યા હતા. સમરાશા બંને ભાઈઓને ભેટ્યા. આનંદ આનંદ થઈ ગયા. પાલીતાણામાં સંધને સામૈયાસહ નગર પ્રવેશ કરાવ્યું લલિતા સરોવરના વિશાળ કાંઠા ઉપર પડાવ નાખવામાં આવ્યા.
બીજે દિવસે પ્રભાતે પાલીતાણામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને તળાવના કાંઠ ઉપર રહેલ શ્રી મહાવીર ભગવંતના જિનાલયે દર્શન કરી તલાટીએ આવ્યા. ત્યાં શ્રીમનાથ ભગવંતનું પૂજન કરી, તલાટીએ દર્શનાદિ કરી બધા સંધ ગિરિરાજ ઉપર ચઢો.
મુખ્ય આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજે અંજન શલાકા પ્રતિષ્ઠા આદિ અંગેની બધી સામગ્રી મંગાવી રાખી હતી. બધી વિધિઓ કરવા પૂર્વક શ્રી આદીશ્વર ભગવંત આદિ નૂતન પ્રતિમાજીઓની અંજનક્રિયા કરવામાં આવી અને સંવત ૧૩૭૧ ના મહા સુદ ૧૪ ને સોમવારે પુષ્ય નક્ષત્રમાં મીન લગ્ન શુભ મુહૂર્ત ધામધૂમપૂર્વક અચલ પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયકની પ્રતિમાજીની પૂજ્ય આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા કરી, મૂળનાયકના ધજાદંડની પ્રતિષ્ઠા આચાર્યદેવની આજ્ઞાથી વાચનાચાર્ય શ્રીનાગેન્દુ કરી અને બીજી પ્રતિમાજીએ વગેરેની બીજા આચાર્યો આદિએ પ્રતિષ્ઠા કરી.
સમરશાહે પિતાના પિતા, ભાઈઓ વગેરે સાથે મૂળનાયક ભગવતની ભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી. ત્યગીતગાન વગેરેથી ભાવપૂજા કરી. દશ દિવસને પ્રતિષ્ઠા મહેસવ સુંદર રીતે ઉજવાયે. સૂબા અલપખાનની સહાયથી જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાનું કાર્ય સુંદર રીતે નિર્વિને સમાપ્ત થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org