________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
મુખ્ય મંદિરના તોરણ દ્વાર આગળ શ્રીબાલચંદ્ર મુનિની દેખરેખ નીચે ઉત્તમ કારીગરે મૂર્તિને ઘડવા લાગ્યા. થોડા ટાઈમમાં સુંદર મૂર્તિ તૈયાર થઈ ગઈ એટલે મૂતિ અંદરના ભાગમાં મુખ્ય સ્થાને લાવવામાં આવી.
એક બાજુ મૂર્તિ ઘડાતી હતી અને બીજી બાજુ મંદિરોના જીર્ણોદ્ધારનું કામ ચાલતું હતું તથા નવાં મંદિરે બનતાં હતાં. મુખ્ય મંદિરની આજુબાજુમાં શ્રી અષ્ટાપદજીનું મંદિર, વીસવિહરમાન મંદિર તથા બીજા કેટલાંય મંદિરે માત્ર બે વરસમાં તૈયાર થઈ ગયાં. - સમરાશાને ખબર મોકલવામાં આવ્યા કે, “જીર્ણોદ્ધાર પૂરો થઈ ગયો છે.”
સમરાશાને આ ખબર મળતાં પોતાના પિતા દેશળશા સાથે ગુરુમહારાજ શ્રીસિદ્ધસેનસૂરિજી મહારાજ પાસે ગયા અને વિનંતિ કરી કે “શ્રીસિદ્ધાચલજીનો જીર્ણોદ્ધાર પૂર્ણ થઈ ગયું છે. હવે પ્રતિષ્ઠાનો દિવસ નક્કી કરી આપે અને આપ સંઘમાં પધારી અંજન શલાકા તથા પ્રતિષ્ઠા કરાવો.”
સારા સારા તિવિદો બોલાવીને આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા માટે વિક્રમ સંવત ૧૩૭૧ મહા સુદ-૧૪ સેમવાર પુષ્ય નક્ષત્રને દિવસ અને સંઘના પ્રયાણ માટે પિષ સુદ-૮ને દિવસ નકકી કરી આપ્યા.
સ્થાનિક સંઘ એકઠો કરી સંઘ કાઢવાની રજા લઈ ગામેગામ-શહેર શહેરમાં સંઘને તથા આચાર્યાદિ મુનિવરેને સંઘમાં પધારવા માટેનાં આમંત્રણ મોકલવામાં આવ્યાં. પ્રયાણને દિવસ નજીક આવતાં પહેલાં સૌ આવી પહોંચ્યા.
પિષ સુદ-૮ ના દિવસે શ્રીસંઘે પાટણથી પ્રયાણ કર્યું ત્યારે સંઘમાં સૌથી અગ્રેસરે પૂ. આચાર્ય શ્રીસિદ્ધસેનસૂરીશ્વરજી મહારાજ હતા. બીજા ગચ્છના પણ આચાર્ય મ. હતા. જેવાકે બૃહત્તપાગચ્છના શ્રીરત્નાકરસૂરિજી, દેવસુરગર છના શ્રીપદ્માચાર્યજી, ખરતરગચ્છના શ્રીસુમતિચંદ્રાચાર્યજી, ભાવડાગચ્છના શ્રીવીરસૂરિજી, સ્થારાપદ્ર ગચ્છના શ્રી સર્વદેવસૂરિજી, બ્રહ્માણગચ્છના શ્રીજગતસૂરિજી, નિવૃત્તિગચ્છના શ્રીઆચૂદેવસૂરિજી, નાકગચ્છના શ્રીસિદ્ધસેનાચાર્ય, બૃહદગછના શ્રીધર્મઘોષસૂરિજી, નાગેન્દ્રગછના શ્રીપ્રભાનંદસૂરીશ્વરજી તથા શ્રીવિનયાચાર્યજી. આ ઉપરાંત ભિન્ન ભિન્ન ગચ્છના આચાર્યો, પદસ્થ મુનિઓ, સામાન્ય મુનિવરે વગેરે પધાર્યા હતા. તથા વિશાળ સાધ્વીવર્ગ અને નામાંકિત સંઘપતિઓ, શ્રાવકે, શ્રાવિકાઓ સંઘમાં જોડાયાં હતાં.
સંઘની રક્ષા માટે અલપખાને જમાદારો, સિપાઈએ વગેરેની સગવડો આપી હતી તથા પિતે પાછળથી સંઘમાં ભેગા થયા હતા.
(૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org