________________
શ્રીશવજય ગિરિરાજ દર્શન
શ્રીજીનેશ્વર ભગવંતનું ગુણગાન કરનારા ભાટ લેકે વગેરેને સોનું-રૂપું, રત્ન, ઘોડા, હાથી, વસ્ત્ર વગેરેનું દાન આપ્યું. કપર્દિયક્ષનું પણ વિધિપૂર્વક પૂજન કરી રેશમી વસ્ત્ર તથા અલંકાર વગેરે ચઢાવ્યા.
એકવીસ દિવસ સુધી સંઘ રોકાયો હતો. દરરોજ મીઠાઈ-જાતજાતનાં ખાન-પાન વગેરેથી સૌની ભક્તિ કરી સૌને સંતોષ પમાડ્યું હતું.
મહોત્સવમાં પાંચસો (૫૦૦) તે પદસ્થ આચાર્યો-ઉપાધ્યાય, વાચનાચાર્યો, બે હજાર ઉપરાંત મુનિવરે, ઘણાં સાધ્વીજી પધાર્યા હતાં. શ્રાવક-શ્રાવિકાઓને તે હિસાબ ન હતે.
મહારાષ્ટ્ર-ચીન, તિલંગ આદિ દેશમાંનાં બારીક અને સુંદરવ-કામળ વગેરે મુનિમહારાજે તથા સાધ્વીજીઓને યોગ્યતા પૂર્વક વહોરાવીને લાભ લીધે હતે. તથા સાધર્મિક ભક્તિમાં કોઈ ઉણપ રાખી નહતી.
એક હજાર ગવૈયાઓને ઘોડા-સોનું, વસ્ત્રો વગેરે ઇછિત દ્રવ્ય આપ્યું હતું.
સંઘ સિદ્ધાચળથી નિકળી ગિરનારજી, પ્રભાસપાટણ વિગેરે તીર્થોની યાત્રા કરી પાટણ આવ્યું ત્યારે પાટણના સંઘે સમરાશાહ મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવ્યું હતો. સમરાશાહે આખા પાટણ શહેરનું સ્વામિવાત્સલ્ય કર્યું.
તીર્થના ઉદ્ધારમાં સમરાશાહે સત્તાવીસ લાખ સીતેર હજાર દ્રવ્યને વ્યય કર્યો હતો.
બીજી વખત ગુરૂ મહારાજ, સાત સંઘપતિઓ અને બેહજાર માણસો સાથે સં. ૧૩૫માં સર્વ તીર્થોનો સંઘ કાઢયો હતો. તે વખતે સૌરાષ્ટ્રમાં મુસલમાન સિનિકેએ પકડેલા બધા માણસોને છોડાવ્યા હતા. સંઘમાં ૧૧ લાખ દ્રવ્ય વાપર્યું હતું.
દિલ્હીની ગાદીએ ગ્યાસુદ્દીન આવ્યો. સમરાશાએ દક્ષિણ દેશમાં તોફાને વિગેરે સમાવી બાદશાહની આણ વરતાવી હતી. સમરાશાહના ગુણોથી રંજીત થઈને ગ્યાસુદ્દીન બાદશાહે સમરાશાહને તૈલંગ દેશનો અધિપતિ બનાવેલ અને કોઈપણ કર નહિ ભરવાને આદેશ આપ્યો હતો.
સમરાશા અધિપતિ બન્યા પછી તુર્ક લેકેના કેદી તરીકે પકડાયેલા અગીયાર લાખ મનુષ્યોને છોડાવ્યા. અનેક રાજાઓ, રાણીઓ અને વેપારીઓ ઉપર ઘણે ઉપકાર કર્યો હતે. સુલતાનના કેદી થયેલા પાંદેશના વીરવલ્લભ રાજાને પણ મુકત કરાવ્યું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org