________________
શ્રીશત્રુ...જય ગિરિરાજ દઈન
ઊઠયા. કહેવાય છે કે તેથી ગિરિરાજના ઉત્તર દક્ષિણ બે ભાગ થઈ ગયા. શ્રીવા સ્વામિજી, જાવડશા અને તેમનાં પત્ની આ ત્રણ સિવાય સઘળાં મૂર્છાવશ થઈ ગયાં. પરંતુ શ્રીવાસ્વામિજીએ બધાને સચેતન કર્યો અને સ્થભિત થયેલા દેવાને વજ્રસ્વામિજીએ છૂટા કર્યા. નવા કપર્દિયક્ષે બધા ક્ષુદ્ર દેવાને ભગાડી મૂક્યા.
ત્યાર પછી માટો પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આભ્યા, અને સારા મુહૂતે નવા શ્રીઆદીશ્વર ભગવંતની પ્રતિષ્ઠા કરવામાં આવી. જાવડશા અને તેમનાં સુપત્ની ધ્વજા ચઢાવતાં ખૂબ હર્ષોંમાં આવી ગયાં, અને અતિના યેાગે હૃદય ખ'ધ પડી જવાથી (નીચે પડી જવાથી) મૃત્યુ પામ્યાં અને ચાથા દેવલાકમાં દેવ થયાં.
જાવડશાના પુત્ર અજનાગ વિલાપ કરવા લાગ્યા. ત્યારે વજ્રસ્વામિજી અને ચક્રેશ્વ રીદેવીએ તેને શાત્ત્વન આપ્યું અને કહ્યું કે આમાં શાક કેવા ? તમારા માતા-પિતા તે ઉત્તમ કાર્ય કરી ગયાં છે એને મૃત્યુ પામી દેવલાકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં છે.
વ્યંતરદેવાએ બંનેના મૃતદેહને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યાં.
જાવડશા તક્ષશિલાથી શ્રીઆદીશ્વર ભગવંતની પ્રતિમાજી શ્રીસિદ્ધગિરિજી લાવ્યા, તેમાં નવલાખ સેાના મહારાના વ્યય કર્યાં હતા અને પ્રતિષ્ઠા મહોત્સવમાં દશલાખ સેાના મહારા વાપરી હતી. જીર્ણોદ્ધારમાં તા કેટલા ખર્ચ કર્યો હશે તે વાંચકે આ ઉપરથી સ્વયં સમજી લે. ધન્ય હૈ। પાંચમા આરામાં પ્રથમ ઉદ્ધાર કરાવનાર જાવડશા મહાપુરુષને ! કે જેમણે લક્ષ્મીની મૂર્છા ઉતારી તીર્થોદ્ધારના ઉત્તમ કાર્યાંમાં લક્ષ્મીના સદ્વ્યય કર્યાં.
(૨) ઉદ્ધાર ચૌદમા-બાહુડ મ`ત્રીના વિ. સ. ૧૨૧૩
એકવાર કુમારપાળ મહારાજાએ સારઠ દેશના રાજા સમરને જીતવા ઉદ્દયન મંત્રીને માકલ્યા હતા. તે વખતે શત્રુ ંજય તીર્થની યાત્રા કરવા ગયા, ત્યાં શ્રીઋષભદેવ ભગવંતની દ્રવ્યપૂજા કરીને ભાવપૂજા (ચૈત્યવંદન) કરી રહ્યા છે, ત્યાં એક ઉંદર સળગતી દીવાની વાટ કાષ્ઠના મંદિરમાં લઈ જતા જોઈ, ઉદર પાસેથી તે વાટ મૂકાવી.
ઉદ્દયન મત્રીને વિચાર આવ્યા કે કાષ્ઠના મદિરના કોઈ વખત આવી રીતે નાશ થઈ જવાના સંભવ છે, રાજ્યના પાપ વ્યાપારથી મેળવેલી મારી લક્ષ્મી શા કામની ? યુદ્ધમાંથી પાછા ફરી આ તીર્થના જીર્ણોદ્ધાર કરાવીશ, માટે મારી લક્ષ્મીથી જયાં સુધી જીર્ણોદ્ધાર ન કરાવુ ત્યાં સુધી મારે ‘નિત્ય એકાસણાં કરવાં, પૃથ્વી ઉપર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવુ' અને તાંબુલને! ત્યાગ કરવા.' આ પ્રમાણેના અભિગ્રહા ભગવંતની આગળ કર્યાં.
(૭૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org