________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
યાત્રા કરી નીચે ઉતરી આગળ પ્રયાણ કર્યું. સમરસેન રાજા સાથે યુદ્ધ કરતાં શત્રુના બાણથી તેનું શરીર જર્જરિત થઈ ગયું, તે પણ ઉદયન મંત્રીએ સમરરાજા ઉપર બાણોને પ્રહાર કરી તેને મારી નાંખ્યો અને જીત મેળવી, દેશ કબજે કર્યો.
માર્ગમાં ઉદયન મંત્રીને શત્રુનાં બાણેના પ્રહારની વેદનાથી આંખે અંધારા આવવા લાગ્યાં. તેથી છાવણીમાં મુકામ કર્યો, ઉપચાર કરવા છતાં સારું ન થયું, ત્યારે ઉદયન મંત્રીએ પરિવારને જણાવ્યું કે મારા મૃત્યુ સમયે ચાર વસ્તુઓ પૂર્ણ કરવાની કબૂલાત આપે તે મને સંતોષ થાય. ૧. નાના પુત્ર અબડને સેનાપતિ બનાવવો, ૨. શ્રી શત્રુંજય ગિરિવર ઉપર પાષાણને પ્રાસાદ બનાવ. ૩. ગિરિનારજી ઉપર પત્થરનાં પગથિયાં, ૪. મને નિર્ચામણ કરાવનાર ગુરુ મળે.”
આ સાંભળી સામંત આદિએ કહ્યું કે પહેલાં ત્રણ કાર્યો તે તમારા મોટા પુત્ર બાહડ પૂર્ણ કરશે. તેમાં અમે સાક્ષીભૂત છીએ અને તમને નિર્યામણું કરાવનાર સાધુ મહારાજને હમણાં જ શોધી લાવીએ છીએ.”
બાહડે પિતાજીની ઈરછા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરી. પછી ત્યાં આસપાસમાં કોઈ મુનિરાજ નહિ હોવાથી, એક વંઢ પુરૂષને સાધુને વેશ પહેરાવી ઉદયન મંત્રી પાસે લઈ જઈ નિર્ચામણું કરાવી. મંત્રી સમગ્ર પ્રાણીઓને ખમાવી, સ્વર્ગે ગયા. પછી વઢે વિચાર્યું કે, “જગત જેને સલામ ભરે છે એવા મંત્રીએ ભિખારી એવા મને જે વંદન કર્યુંતે ખરેખર આ વેષને જ પ્રભાવ છે, માટે આ વેષ મને શરણભૂત છે.”
પછી તે વંઢ સાધુએ સુગુરુ પાસે જઈ વિધિપૂર્વક દીક્ષા લઈ નિર્મળ રીતે સંયમનું પાલન કર્યું, પછી ગિરનારજી ઉપર જઈ બે મહિનાનું અનશન કરી સ્વર્ગે ગયે.
બાહડે કુમારપાળ રાજાની આજ્ઞા મેળવી, ગિરનારજી ઉપર ત્રેસઠ લાખ દ્રવ્ય ખરચી નવાં પગથિયાં કરાવ્યાં, પછી પરદેશના કારીગરોને બેલાવી શ્રી શત્રુંજય ઉપર બધાં મંદિરે પાષાણનાં બનાવવાની શરૂઆત કરી.
શ્રીસિદ્ધગિરિની છાયા (તલાટી) પાસે ઉતારે કરી બાહડ મંત્રી વગેરે બેઠા છે, આજુબાજુ ખબર પડતાં દરેક સ્થળેથી પણ અનેક પુણ્યશાળીઓ ઉદ્ધાર કુંડમાં નાણું આપવા વિનવે છે. મંત્રીશ્વર લેવા ના કહે છે. એટલે આગ્રહ ભરી વિનંતિ કરતાં દાક્ષિણ્યતાથી સ્વીકારે છે.
(૭૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org