SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધારે રાજા વગેરે ભય પામ્યા, ગુરુમહારાજ પાસે જઈ પગમાં પડયા અને માફી માંગી, બહુમાનપૂર્વક ઉપાશ્રયે મેકલ્યા. નવા કપર્દિયક્ષે ગુરુને નમસ્કાર કરીને કહ્યું કે હે પ્રભો ! પૂર્વભવમાં મેં ઘણું પાપ કર્યા છે, તે તે પાપોથી બચવાના ઉપાય બતાવે. ગુરુમહારાજે કહ્યું શ્રીસિદ્ધાચલજી મહાતીર્થનો સહાયક બન. પઢિયક્ષે તે વચન સ્વીકાર્યું, અને કોઈ કાર્ય હોય તે જણાવવા વિનંતિ કરી. શ્રીવાસ્વામિજીએ કહ્યું કે શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરવા માટે જાવડશાને સહાય કરજે. કાર્દિયક્ષે તે સ્વીકાર્યું. શ્રીવાસ્વામિજીના સાનિધ્યમાં જાવડશાએ શ્રીસિદ્ધાચલજીનો સંઘ કાઢયો. પાલીતાણા આવતાં રસ્તામાં જૂના કપર્દિયક્ષે ઘણા ઉપદ્રવે કર્યા પણ શ્રીવાસ્વામિજીએ તે બધા ઉપદ્રવ દૂર કર્યા. અને સુખપૂર્વક પાલીતાણા આવી પહોંચ્યા. તક્ષશિલાથી લાવેલી પ્રતિમાજી પણ સાથે હતી, તે ગિરિરાજ ઉપર ચઢાવવાની હતી. તે પ્રતિમાજી દિવસે જેટલી ઉપર ચઢાવી હોય તેટલી બીજે દિવસે સવારે જુઓ તે નીચે હોય. આમ દરરોજ બનવા લાગ્યું. આમ એકવીસ દિવસ સુધી મિથ્યાત્વી કપર્દિયક્ષે તે અર્હત્ બિમ્બને પર્વતથી નીચે ઉતાર્યું અને જાવડશાએ તે એકવીશ વખત ઉપર ચઢાવ્યું. નવા યક્ષે કહ્યું કે “જૂને કપર્દિયક્ષ આ પ્રમાણે કરે છે. માટે હવે તમે અને તમારી પત્ની ગાડાને પૈડાં પાછળ સૂઈ જજે અને આખો સંઘ કાઉસ્સગ્ન કરજે. જેથી યક્ષનું જોર ચાલી શકશે નહિ. યક્ષના કહેવા મુજબ કરવામાં આવ્યું. જાવડશાના શીલના પ્રભાવે યક્ષ ઉપદ્રવ કરી શક્યો નહિ. બીજા દિવસે સવારે શ્રીવાસ્વામિજીએ મંત્રેલા અક્ષત નાંખી સર્વ દુષ્ટ દેવતાઓને સ્થભિત કરી દીધા, પ્રતિમાજી નિવિંદને ઉપર પહોંચી ગઈ. આખો ગિરિરાજ જે હાડકા વગેરેથી અપવિત્ર થઈ ગયા હતા, તે બધી અશુચિ દ્વર કરાવીને આખો ગિરિરાજ શ્રી શત્રુંજય નદીના જળ અને દૂધ વગેરેથી ધવરાવી પવિત્ર બનાવ્યું. મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને થોડા ટાઈમમાં બધા મંદિરનો જીર્ણોદ્ધાર થઈ ગયા. ભગવાન શ્રી આદિનાથની લેપમય જૂની મૂર્તિને ઉડાવવામાં આવી ત્યારે જૂના કપર્દિયક્ષે તેમાં પ્રવેશ કર્યો અને મહાભયંકર અવાજ કર્યો. આથી આખો ગિરિરાજ કપી શ, ૧૦ (૭૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005298
Book TitleShatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Original Sutra AuthorN/A
AuthorKanchansagarsuri
PublisherAgamoddharak Granthmala
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy