________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પાંચમા આરામાં થયેલાં ચાર ઉદ્ધાર
(૧) ઉહાર તેરમે-જાવડશાને (વિ. સં. ૧૦૦ મતાંતરે વિક્રમ સં. ૧૦૮).
કપિલ્યપુર નગરમાં ભાવડશા નામના શેઠ રહેતા હતા. તેમને ભાવલા નામે પત્ની હતી. કર્મવેગે બધું ધન ચાલ્યું ગયું. છતાં ધર્મશ્રદ્ધામાં જરા પણ ઓછાશ તેમણે આવવા ન દીધી અને ધર્મ આરાધનાની ભાવના વધતી રાખી.
એક વખતે બે મુનિવરે આહાર પાણી અર્થે આવ્યા હતા. ત્યારે ભાવલાએ મુનિવરને પૂછયું કે, ભગવદ્ ! અમારે ફરીથી ધનની પ્રાપ્તિ થશે, કે નહિ? થશે તે શી રીતે અને કયારથી થવા માંડશે?
મુનિવરે પિતાના જ્ઞાનથી ભવિષ્યમાં લાભ જાણીને કહ્યું કે “આજે એક ઉત્તમ લક્ષણવંતી ઘેડી વેચાવા આવશે. તે ઘડીને તમે ખરીદી લેજે, તેના ગે પુનઃ ધનપ્રાપ્તિ થશે.”
ભાવલાએ પિતાના પતિને એ વાત કરી. ભાવડે ઘડી ખરીદી લીધી.
ઘરમાં એકાદ પુણ્યવાન માણસ કે પશુ આવે તો તેના પુણ્યથી આખા કુટુંબનું ભાગ્ય પલટાઈ જાય છે, જ્યારે કોઈ દુર્ભાગી બાળકનો જન્મ કે પશુ આદિને જન્મ થાય તે તેના વેગે આખા કુટુંબમાં વિપત્તિને કોઈ પાર રહેતું નથી.
લક્ષણવંતી ઘેડીના ગે ભાવડશાની સ્થિતિ સુધરવા લાગી. ઘડીએ એક લક્ષણવંતા કિશરને જન્મ આપ્યું. આ કિશેર સ લક્ષણથી યુક્ત હતો, તેથી તેની ખ્યાતિ ચારે બાજુ રેલાઈ ગઈ. તપન રાજાના જાણવામાં આવતાં તે અશ્વ કિશેરના ત્રણ લાખ રૂપિયા ભાવડને આપી કિશેર ખરીદી દ્વીધે.
ત્રણ લાખ રૂપિયા મળવાથી ભાવડશાએ સારી સારી અનેક ઘડીએ ખરીદી. તે ઘેડીઓથી અનેક ઉત્તમ પ્રકારના એક સરખા રંગ અને ઉંમરના કેટલાક ઘાઓ લઈ જઈને વિક્રમ રાજાને ભેટ આપ્યા.
ઉત્તમ પ્રકારના એક સરખા દેખાવડા અશ્વ રત્નો જોઈને વિક્રમ રાજા ખૂબ ખુશ ખુશ થઈ ગયા, અને ભાવડને મધુમતિ (મહુવા) સહિત બાર ગામનો માલિક બનાવ્યું.
(૬૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org