________________
શ્રીશત્રુંજય મહાતીના ઉદ્ધારા
ત્યારબાદ બીજા તીર્થીની યાત્રા, ઉદ્ધાર વગેરે કરતા હસ્તિનાપુરમાં આવ્યા. શ્રીશાંતિનાથ ભગવાનનું નિર્વાણુ સાંભળી ચક્રધર રાજાએ દીક્ષા ગ્રહણ કરી. દશ હજાર વર્ષ દીક્ષા પર્યાય પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સમ્મેતશિખર ઉપર માક્ષે ગયા.
ઉદ્ધાર અગીયારમા–શ્રીરામચ'દ્રજીના
અાધ્યા નગરીમાં દશરથરાજાના પુત્ર શ્રીરામચ'દ્રજીનુ ચરિત્ર પ્રસિદ્ધ છે. એટલે અહી' તે લખતા નથી.
શ્રીરામચંદ્રજી વનવાસ વસી રાવણને હરાવી અધ્યામાં પુનઃ પધાર્યા, ત્યારે ભરતે મોટા મહાત્સવપૂર્ણાંક રામચંદ્રજી, લક્ષ્મણજી, સીતાજી આદિના પ્રવેશ કરાવ્યા અને રાજ્ય શ્રીરામચંદ્રજીને સોંપી પાતે તેમની આજ્ઞાને અનુસરવા લાગ્યા.
એકવાર શ્રીદેવભૂષણ મુનિ પાસે પેાતાના પૂર્વભવ સાંભળી ભરતે દીક્ષા લીધી. પછી ગુરુમુખે શ્રીશત્રુજય ગિરિવરના મહિમા સાંભળી એક હજાર મુનિએ સાથે શ્રીસિદ્ધાચલ તીર્થે આવી શ્રીઋષભદેવ ભગવ'તની યાત્રા કરી, ત્યાં અનશન કર્યું. અંતે સકમ ખપાવી કેવળજ્ઞાન મેળવી હજાર મુનિવરો સાથે મેાક્ષે ગયા.
શ્રીરામચંદ્રજી અને શ્રીલક્ષ્મણજી શ્રીસિદ્દાચલજી ઉપર આવી યાત્રા કરી, મદિરા જીર્ણ થઈ ગયેલાં જોતાં સર્વ દિશને નવાં બનાવરાવી, શ્રીસિદ્ધાચલજી તીર્થના ઉદ્ધાર કરી મહાતીર્થના મહિમાને પ્રસિદ્ધ કર્યો.
ઉદ્ધાર બારમા-પાડવાના
પાંડુરાજાની પત્ની કુંતીએ અનુક્રમે યુધિષ્ઠિર, ભીમસેન, અને અર્જુન આ ત્રણ પુત્રાને જન્મ આપ્યા હતા. અને માદ્રીએ નકુલ અને સહદેવને જન્મ આપ્યા હતા. આ પાંચે પાંડવા તરીકે પ્રસિદ્ધ થયા છે. તેમણે શ્રીસિદ્ધાચલજીના ખારમા ઉદ્ધાર કરાવ્યેા.
અંતે શ્રીધર્મઘાષ મુનિના ઉપદેશથી પાંચે પાંડવા, કુતી અને દ્રૌપદીએ દીક્ષા લીધી અને પાંચ પાંડવાએ એવે! અભિગ્રહ કર્યાં કે, શ્રીનેમિનાથ ભગવાનને વદન કર્યા બાદ પારણું કરીશું.' વિહાર કરતા કરતા પાંડવા જ્યારે હસ્તિકલ્પ નગરમાં આવ્યા, ત્યારે શ્રીનેમિનાથ ભગવંતનું નિર્વાણ સાંભળ્યુ એટલે શ્રીસિદ્ધગિરિજી ઉપર આવી અનશન કર્યું. અંતે અંતકૃત કેવળી (કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તુરત નિર્વાણ પામ્યા) થઈ મેાક્ષે ગયા.
( ૬૭ )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org