________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન
ત્યાં ચંદ્રયશા રાજા પરિવાર સહિત વંદન કરવા આવ્યા. ત્યાં મુનિવરના ઉપદેશથી શ્રીચદ્રપ્રભુસ્વામિના પ્રાસાદ બનાવ્યા. જે ચદ્રપ્રભાસ (પ્રભાસપાટણ) તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલ છે.
એકવાર ચંદ્રયશા રાજા સગરચક્રવર્તીની જેમ શ્રીસિદ્ધગિરિજીનેા સંઘ કાઢી તીર્થંયાત્રા કરવા આવ્યા. ત્યાં તેમણે જિનપ્રાસાદો જીણુ થઈ ગયેલ જોતાં સર્વ પ્રાસાદોના ઉદ્ધાર કરાવ્યા. તથા શ્રીપુંડરીક, રૈવતગિરિ, આખુ અને બાહુબલિ વગેરે શિખરોના પણ ભક્તિથી ઉદ્ધાર કરાવ્યેા.
છેવટે દીક્ષા ગ્રહણ કરી એક લાખ પૂર્વ ચારિત્ર પર્યાય પાળી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, માક્ષે ગયા. ઉદ્ધાર દશમા-ચક્રધરરાજાના
શ્રીશાંતિનાથ ભગવાન શ્રીસિદ્ધગિરિરાજ ઉપર ચાતુર્માસ નિ†મન કરી હસ્તિનાપુર નગરમાં પધાર્યા. ત્યાં શ્રીશાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રધર રાજા, જે ત્રણ ખંડનુ... આધિપત્ય ભાગવતા હતા, તેમણે ભગવાનને વિનતિ કરી કે હે પ્રભુ! મને સ`ઘપતિની પદવી આપેા. આ સાંભળી ભગવાને દેવાએ લાવેલા અક્ષત ચુક્ત વાસક્ષેપ ચક્રધરના મસ્તક ઉપર નાખ્યા. ઇન્દ્રમાળા પહેરાવી. ચક્રધર રાજાએ ત્યાં મહાત્સવ કર્યાં. સંઘને આમત્રણ કરી એટલાન્યા. ઈન્દ્ર પણ આવેલા. દેવાલય સાથે મંગળ મુહૂર્તે સંધ નીકળ્યેા. ગામાગામ શ્રીજિનપ્રતિમાને અને મુનિઓને નમતા સ ́ધ સૌરાષ્ટ્ર આવ્યા. ત્યાં ચક્રધર રાજાએ તીર્થં અને સંઘની પૂજા કરી. અનુક્રમે શ્રીશત્રુંજય તીમાં આવી તીર્થ યાત્રા કરી, માટા ઉત્સવ કર્યો અને વખતે ઈન્દ્રે પણ આવીને મહાત્સવ કર્યો,
ત્યાં એક દેવે આવી ચક્રધર રાજાને કહ્યુ કે ‘અનંતાભવા વધારનાર તિયંચના ભવનું ઉલ્લ‘ધન કરી જે હુ· દેવ થયા છું તે શ્રીજિનેશ્વરની અને આ તીર્થની સેવાનુ જ ફળ છે. હે રાજન્ ! અહી મરૂદેવા નામના શિખર ઉપર જગદીશ તમારા પિતા શ્રીશાંતિનાથ ભગવાનના પ્રાસાદ છે, માટે ત્યાં જઈ હર્ષથી પૂજા કરો.’
દેવનું વચન સાંભળી ચક્રધર રાજાએ ત્યાં જઈ પૂજા વગેરે સઘળું ચિત કાર્ય કર્યું. ત્યારબાદ ઈન્દ્રે કહ્યું કે, હે રાજન્! તમારા પૂર્વજોનુ. આ તીથ કાળયાગથી જીણુ થઈ ગયું છે, તમે શાંતિનાથ પ્રભુના પુત્ર છે તા આ તીર્થનો ઉદ્ધાર કરાવવા જોઈએ.’
આ સાંભળી ચક્રધર રાજાએ જિનપ્રાસાદોને દૃઢ કરી સંસારસ્વરૂપ જીણુ કર્યું.' તમે આ તીર્થના જીર્ણોદ્ધાર કરનાર થયા. એમ કહી ઈન્દ્રે પુષ્પવૃષ્ટિથી હપૂર્વક વધાવ્યા.
(૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org