________________
નાની નાની કથાઓ
મરણ પામેલી જોઈ પુત્ર-પુત્રી પિતાને કહેવા લાગ્યા કે, “અરે અધમ બ્રાહાણ તે આ શું કર્યું? મારી માતાને મારી નાંખી ?
પુત્રને વચનથી ક્રોધ પામેલા બ્રાહ્મણે પુત્ર અને પુત્રીને પણ મારી નાખ્યાં. ભાગવા જતાં રસ્તામાં ગાયથી ખલના પામતાં ગાયને પણ મારી નાંખી.
આ રીતે ઘર કૃત્ય કરવાથી તેને પકડવા માટે રાજપુરુષે તેની પાછળ પડયા. આથી ભયને માર્યો નાસતાં નાસતાં સુશર્મા એક ખાડામાં પડ્યો અને તીવ્ર વેદના ભેગવી મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયા.
સાતમી નરકમાં ઘોર વેદના ભોગવીને ત્યાંથી મરીને તે કઈ વનમાં સિંહ થયો, ત્યાંથી ચેથી નરકમાં ગયે, પછી ચંડાલ થઈ ફરી સાતમા નરકમાં ગયે પછી ત્યાંથી મારી દષ્ટિવિષ સર્ષ થ.
એક વખતે રાફડા પાસે મહાવ્રતધારી મુનિવર જોવામાં આવતાં એકદમ ફૂંફાડા મારતો મુનિને કરડવા દે , પણ મુનિને ભય વિનાના જોતાં સર્પ વિચારમાં પડી ગયો કે “મારા એક ફૂંફાડાથી મનુષ્યો ભયભીત થઈને નાશભાગ કરી મૂકે છે જ્યારે આ મારાથી જરાયે ત્રાસ કેમ પામતો નથી?” આમ વિચાર કરતો સપ મંદમંદ ગતિએ મુનિ પાસે પહોંચ્યા. તે વખતે મુનિ વિદ્યાધરને શ્રી શત્રુંજય માહામ્ય કહી રહ્યા હતા. તેથી તેને પણ સાંભળવામાં આવ્યું. લઘુકમપણાના યોગે સપને તરત જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સર્પને પોતાના પૂર્વ સાંભર્યા અને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી અનશન કરવાની ભાવના કરી. મુનિએ અનશન કરાવ્યું એટલે વિદ્યાધરેએ તે સપને શ્રી સિદ્ધગિરિજી ઉપર મૂકી દીધો. સર્ષ મરણ પામી ઈશાન દેવલોકમાં સુંદર સ્વરૂપવાળા દેવ થયો. (રાયણ પગલાની દેરી પાસેના પગલાની દીવાલમાં સાપનો ગોખલે છે એમ મારે ખ્યાલ છે.-સંપાદક)
(૨) મેર એક વાર શ્રી આદિનાથ પ્રભુ, શ્રી શત્રુંજય ગિરિવર પાસે ધ્યાનમાં રહેલા છે. ત્યાં એક મયૂર બીજા કેટલાક મયૂર સાથે આવ્યો અને પિતાનાં પીંછાં વડે પ્રભુને જાણે છત્ર ધરત ન હોય તેમ ભક્તિથી પીંછાં પહેલાં કરતો હતે.
ધ્યાનના અંતે પ્રભુએ મયૂરોને બંધ કર્યા. ત્રણ દિવસ સુધી પ્રભુ મયૂરે સાથે ત્યાં રાયણ વૃક્ષ નીચે રહ્યા. વૃદ્ધ મયૂરનું મરણ નજીક જાણું પ્રભુએ તેને અનશન કરાવ્યું. મયૂર ચારે આહારનો ત્યાગ કરી શુભ ભાવનામાં મરણ પામી ચોથા દેવલોકમાં દેવ થયે.
(૫૫)
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org