________________
શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન
થઈ સાધ્વી મરણ પામીને કનકદેવજ થઈ. સૂરસેન મરણ પામીને શિવકુમાર નટ થયે. રૂપવતીની દાસી શિવમાલા થઈ. કાબરને રક્ષક હિંસક મંત્રી થયે.
આ રીતે ભગવાન કહે છે કે-કમની આવી વિચિત્ર ગતિ છે. પૂર્વભવનાં તે તે કર્મનાં પરિણામે તે તે રીતે તમારે સંયોગ થયે અને કર્મ ભોગવવું પડ્યું.
ચંદ્રરાજાને વૈરાગ્ય ચંદ્રરાજાને પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય થયું. ત્યારે પ્રભુએ કહ્યું-વિલંબ શા માટે કરે? ચંદ્રરાજાએ ગુણાવલીને, પ્રેમલા લચ્છીને બોલાવીને વાત કરી. તેઓ બેલી કે અમે સંસારમાં શા માટે રહીએ? આથી ગુણશેખરકુમારને રાજગાદીએ બેસાડ. મણિશેખર આદિ પુત્રોને બીજાં બીજા રાજ્યો આપ્યાં. સાતસે રાણીઓ, સુમતિ મંત્રી અને શિવકુમાર નટ તે પણ કહે કે અમે પણ સંયમ લઈશું.
દીક્ષા મહોત્સવ ગુણશેખરકુમારે દક્ષા મહોત્સવ કર્યો અને ચંદ્રરાજા સાતસે રાણીઓ, મંત્રી, શિવકુમાર, શિવમલા બધાએ દીક્ષા લીધી.
ક્રમે ગિરિરાજ પર આવ્યા. કેવલજ્ઞાન પામ્યા. હજાર વર્ષ ચારિત્ર પર્યાય પાળી, ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધાચલ પર મેક્ષે ગયા. સુમતિ મંત્રી, શિવ, ગુણાવલી, પ્રેમલા લછી વગેરે પણ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયાં. શિવમાલા વગેરે અનુત્તર વિમાનમાં ગયાં. આ રીતે સૂર્યકુંડના પ્રભાવ પર ચંદ્રરાજાની કથા સંપૂર્ણ (ચંદ્રરાજાનો રાસ) શ્રીગિરિરાજના મહા પર નાની નાની કથાઓ
(૧) સુશર્મા બ્રાહ્મણની કથા મહાવિદેહક્ષેત્રમાં પશુગ્રામમાં સુશર્મા નામને એક મૂર્ખ શિરોમણિ બ્રાહ્મણ રહેતો હતે. તેને એક પત્ની, પુત્ર અને પુત્રી હતાં. નગરમાંથી ભીખ માગી લાવી જેમ તેમ નિર્વાહ કરતે હતે.
એક વખતે તે ગામમાં ભીખ માંગવા ગયે. આખો દિવસ ફરવા છતાં કંઈ પણ ભિક્ષા મળી નહિ તેથી કંટાળીને ખાલી પાત્રે ઘેર આવ્યા. આથી સ્ત્રી તેના ઉપર ખૂબ ગુસ્સે થઈ. તેણે સમજાવવા છતાં તે સ્ત્રી શાંત થઈ નહિ એટલે સુશર્માએ તેને એક પથ્થર માર્યો. પથ્થર મર્મસ્થાનમાં વાગવાથી થોડીવારમાં સ્ત્રી મરણ પામી. પોતાની માતાને * શ્રી શત્રુંજય ગિરિરાજ સ્પર્શના પુસ્તકના આધારે.
(૫૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org